મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ


SHARE









મોરબીના મકનસર ગામ પાસે ઉભેલા ટ્રેલર અને ટેમ્પોમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે ગણતરીની કલાકોમાં તાલુકા પોલીસે ડીઝલ ચોરી કરતી રાજ્યવ્યાપી ગેંગના ચાર શખ્સોને ઝડપી લીધા હતા જે ચારેય આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે. અને ચોરાઉ ડીઝલ લેનાર સહિત કુલ મળીને પાંચ શખ્સોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનના રહેવાસી ડ્રાઇવર કરનારામ સાંઇ દ્વારા ડીઝલ ચોરીની અજાણ્ય શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના મકનસર ગામ નજીક ધર્મકાંટા પાસે તેને પોતાનું ટ્રેલર પાર્ક કરીને મૂક્યું હતું ત્યારે તેના ટ્રેલરની ડીઝલની ટાંકીના લોક તોડીને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હતી તેવી જ રીતે અન્ય વ્યક્તિના ટેમ્પોમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હતી આમ કુલ મળીને 330 લીટર જેટલા ડીઝલની ચોરી કરવામાં આવી હતી. જે ફરિયાદ આધારે પીઆઈ એસ. કે. ચારેલ અને તેની ટીમ આરોપીઓને પકડવા માટે તજવીજ કરી રહી હતી. માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી હતી.

આ ગુના અજયભાઈ છનાભાઇ ચૌહાણ (30) રહે. અમરાપુરા સાવલી, જીગ્નેશભાઈ ભરતભાઈ ખેર (25) રહે મેરૂપર હળવદ, વિક્રમભાઈ ભગવાનસિંગ ચાવડા (30) રહે જસાપુર ઠાસરા અને ધર્મેન્દ્રભાઈ પ્રવીણસિંહ પરમાર (24) રહે. જસાપુર ઠાસરા વાળાની ધરપકડ કરેલ હતી. અને જે ચાર શખ્સોને પકડવામાં આવ્યા હતા તેની પાસેથી પોલીસે બલેનો કાર જેની કિંમત 3.50 લાખ સહિત કુલ મળીને 3,61,450 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના તા. 30 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે આ બાબતે ડીવાયએસપી પી.એ. ઝાલાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ડીઝલ ચોરીના આ કૌભાંડમાં સંડોવાયેલ અન્ય પાંચ શખ્સોના નામ સામે આવ્યા છે જેને પકડવા માટે થઈને હાલમાં તાલુકા પોલીસની જુદી જુદી ટીમ દ્વારા તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ શખ્સોએ અગાઉ ક્યાં ક્યાં ડીઝલ ચોરી સહિતની ઘટનાઓ અંજામ આપ્યો છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.




Latest News