મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પ યોજાયો
મોરબીના વિશ્વવિખ્યાત ઓરેવા ગ્રુપને ચીફ મિનિસ્ટર ભુપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરાયો
SHARE









મોરબીના વિશ્વવિખ્યાત ઓરેવા ગ્રુપને ચીફ મિનિસ્ટર ભુપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરાયો
અમદાવાદની હોટલ હયાત ખાતે ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલના હસ્તે અજંતા-ઓરેવા ગ્રુપને "Pursuit of success" નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ એવોર્ડ ફંક્શનમાં અજંતા-ઓરેવા ગ્રુપના ડાયરેક્ટર ચિંતનભાઈ પટેલ અને દીપકભાઈ પારેખ હાજર રહ્યા હતા.
ત્યારે ચિંતનભાઈ પટેલે તેમના ઇન્ટરવ્યૂ દરમિયાન તેમની સફળતાનો શ્રેય તેમના તમામ એમ્પલોઈ અને તેમના ચેનલ પાર્ટનરોને આપ્યો હતો. અજંતા-ઓરેવા ગ્રુપ વુમન એમ્પાવરમેન્ટની મિશાલ છે એ પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે અનસ્કીલ મહિલાઓ યોગ્ય રીતે ટ્રેન થયા બાદ સ્કીલ કર્મચારીઓ જેવું રિઝલ્ટ આપે છે અને માત્ર દસ પાસ મહિલાઓ યોગ્ય ટ્રેનિંગ બાદ ગ્રેજ્યુટ કે ડબલ ગ્રેજ્યુટ જેવુ આઉટપુટ આપે છે ઓરેવા ગ્રુપ તેનું બેજોડ ઉદાહરણ છે અગાઉ વોલ કલોકથી બિઝનેસ શરૂ કરનાર વિશ્વવિખ્યાત અજંતા ઓરેવા ગ્રુપ આજે ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રીકલ્સ, લાઇટિંગ, કિચન એપલાયન્સીસ અને ઈબાઈક જેવા અનેક પ્રોડક્ટમાં સફળતાના શિખરો સર કરી રહી છે જેના માટે જયસુખભાઇની દીર્ઘદ્રષ્ટિ આજે મોટી મોટી ઇન્ટરનેશનલ બ્રાન્ડોને હરીફાઇમાં ટક્કર આપી રહી છે જે મોરબી માટે ગર્વની વાત છે.
