મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા


SHARE









અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા

અમદાવાદ કર્ણાવતી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળી હતી જેમાં ગુજરાત પ્રાંત મહાસંઘ સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, કિરણભાઈ કાચરોલા, સંદિપભાઈ આદ્રોજા સહિતના હાજર રહ્યા હતા. અને શાળા, બાળકો અને શિક્ષકોની સમસ્યાઓ રજૂ કરી અને સંગઠન દ્વારા ઉકેલવા માટેની પ્રાંત ટીમ સાથે ચર્ચા કરી હતી

જે પ્રશ્નો રજૂ કર્યા હતા તેમાં વર્ષ ૨૦૦૫ પછી નિમણુંક પામેલ શિક્ષકોને જૂની પેંશન યોજનામાં સમાવવા, HTAT મુખ્ય શિક્ષકો સિવાયના 150 ઉપરના વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાના આચાર્યોને વર્ગમાંથી મુક્તિ આપવા તેમજ ચાર્જ એલાઉન્સમાં વધારો કરવો, વર્ષ ૨૦૧૩ માં થયેલ નવ રચિત જિલ્લાઓના શિક્ષકોના જીપીએફના નાણાં જુના જિલ્લામાંથી નવ રચિત જિલ્લામાં  ટ્રાન્સફર કરવા, ચૂંટણી પંચની તાજેતરની સૂચના મુજબ બીએલઓને સોંપેલ વિસ્તાર બાબતે પુન: વિચારણા કરવા વગેરે સમસ્યાઓ, પ્રશ્નોની રજુઆત કરી હતી




Latest News