ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો


SHARE













કચ્છથી મોરબી આવેલ બોલેરો ગાડીમાં ગૌવંશ હોવાની બાતમી આધારે વાહન ચેક કરવા ગયેલ ગૌરક્ષકો ઉપર ખાટકીવાસમાં ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયાર વડે હુમલો

કચ્છ બાજુથી બોલેરો ગાડીમાં ગૌવંશોને ભરીને મોરબીના કતલખાને લઈ આવેલ છે તેવી મોરબીના ગૌરક્ષકોને બાતમી મળી હતી જેથી બોલેરો ગાડીનો નવલખી રોડ ઉપરથી પીછો કરવામાં આવેલ હતો અને તે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ગાડીને રોકી ન હતી અને બોલેરો ગાડી મોરબીના ખાટકીવાસમાં પહોંચી હતી જેથી ત્યાં જઈને બે ગૌરક્ષકો દ્વારા તે ગાડીને ચેક કરવા માટે તેને કહ્યું હતું ત્યારે ત્યાં હાજર રહેલા શખ્સો દ્વારા તે બંને ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ અંગેનો મેસેજ ગૌરક્ષકોના ગ્રુપમાં મુકવામાં આવતા અન્ય ગૌરક્ષકો ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ત્યારબાદ મામલો બીચક્યો હતો. અને મારા મારીમાં ત્રણથી ચાર જેટલા ગૌરક્ષકોને ધોકા, પાઇપ તથા તીક્ષણ હથિયાર વડે માર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી ગૌરક્ષકો બે ગાડી સ્થળ ઉપર છોડીને નાસી ગયા હતા જેમાં હથિયાર હોવાની શંકા લોકોના ટોળાને વ્યક્ત કરી જે બંને ગાડીને પોલીસ સ્ટેશને ખાતે લોકોની હાજરીમાં ચેક કરી હતી ત્યારે તેમાંથી ધોકા, પાઇપ અને છરી જેવા હથિયારો મળી આવ્યા હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે અને આ બાબતે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવા માટે તજવીજ ચાલી રહી છે.

કચ્છ જિલ્લામાંથી ગૌવંશોને મોટા પ્રમાણમાં કતલખાને અન્ય જિલ્લાઓમાં મોકલવામાં આવતા હોય છે અને મોરબી જિલ્લામાંથી પસાર થતાં મુખ્ય માર્ગો ઉપરથી તે ગૌવંશ ભરેલા વાહનો અવારનવાર પસાર થતા હોય છે તે અંગેની બાતમી ગૌરક્ષકોને મળતા તેઓ પોલીસને સાથે રાખીને મળેલ બાતમી મુજબના વાહનોને ચેક કરે અને તેમાંથી ગૌવંકે પછી પાડા અથવા તો અબોલ જીવા કતલખાને લઈ જતા હોય તેવું સામે આવ્યું છે તેવામાં વધુ એક વખત મોરબીના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે, કચ્છ બાજુથી બોલેરો ગાડીમાં ગૌવંશોને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેથી કરીને મોરબીના નવલખી રોડ ઉપરથી મળેલ બાતમી મુજબની બોલેરો ગાડીનો પીછો કરવામાં આવતો હતો.

ત્યારબાદ તે ગાડીને મોરબીના વીસી ફાટક નજીક રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાડી રોકવામાં આવી ન હતી અને તે ગાડીને ખાટકીવાસ વિસ્તારમાં લઈ ગયા હતા જેથી કરીને ગૌરક્ષકો તેની પાછળ પાછળ ત્યાં પહોંચ્યા હતા અને બોલેરો ગાડીને ચેક કરવા માટે કહ્યું હતું ત્યારે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી આ બાબતનો મેસેજ ગૌરક્ષકોના વ્હોટ્સએપ ગ્રૂપમાં મૂકવામાં આવતા દિનેશભાઈ લોરીયા, કૌશિકભાઈ નિમાવત વિગેરે ગૌરક્ષકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ત્યારે મામલો બીચકીઓ હતો અને રોડ ઉપર હાજર રહેલા ટોળાએ ગૌરક્ષકો ઉપર હુમલો કર્યો હતો અને લાકડી, પાઇપ, ધોકા અને તિક્ષણ હથિયાર વડે ગૌરક્ષકોને નાના મોટી ઈજાઓ કરવામાં આવી હતી જેથી ઈજા પામેલ કૌશિકભાઈ જગદીશભાઈ નિમાવત (33) રહે. નાની વાવડી, સાગર કાંતિભાઈ પલાણ (32) રહે. નવલખી રોડ જલારામ પાર્ક મોરબી તેમજ મહેબુબભાઇ અને દિનેશભાઈ લોરીયાને ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા

જોકે સ્થળ ઉપર લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું જેથી ગૌરક્ષકો પોતાનો જીવ બચાવવા માટે સ્થળ ઉપર તેના વાહનો છોડીને નાસી ગયા હતા ત્યારબાદ જે બે ગાડી સ્થળ ઉપર હતી તેમાં હથિયાર હોવાની શંકા લોકોના ટોળાએ પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી. ત્યારે પોલીસ દ્વારા આ બંને ગાડીઓને પોલીસ મથકે લઈ જવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી લોકો યા હુસેન યા હુસેનના નારા લગાવીને ગાડીની આડે રોડ ઉપર આવી ગયા હતા અને હોબાળો કર્યો હતો ત્યારબાદ મુસ્લિમ સમાજના ધર્મ ગુરુ ત્યાં સ્થળ ઉપર આવ્યા હતા અને પોલીસ સ્ટેશનને લોકોની હાજરીમાં ગાડી ચેક કરવામાં આવે અને કાયદેસરની ફરિયાદ લેવામાં આવશે તેવું નક્કી થયા બાદ બંને ગાડીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા.

ત્યાર બાદ ખાટકીવાસના લોકોની હાજરીમાં ગાડીને ચેક કરી હતી ત્યારે થાર ગાડીમાંથી ધોકો, છરી તેમજ આઈ-20 ગાડીમાંથી પાઇપ, ધોકો વગેરે જેવા હથિયારો મળી આવ્યા હોવાનું ગાડી ચેક કરનારા લોકો પાસેથી જાણવા મળ્યું છે અને આ બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે જોકે જે બોલેરો ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો. તે ગાડીને શા માટે થઈને ગૌરક્ષકોને ચેક કરવામાં દેવામાં આવી ન હતી તે પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે અને ખાટકીવાસના લોકોના કહેવા મુજબ બોલેરોમાં ઘેંટા હતા તો ખરેખર બોલરોમાં ઘેટા ભરેલા હોય તો ગાડીને ચેક કેમ કરવા ન દેવામાં આવી તે દિશામાં પણ તપાસ કરવામાં આવે તે અનિવાર્ય છે.






Latest News