મોરબીમાં આગામી ૪ જુલાઈના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રી માટે જાગૃતિ સેમીનાર યોજાયો મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો મોરબીના રાજપર ગામ પાસે કામ દરમિયાન બેલ્ટ માથામાં લાગતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ-નવલખી બંદર માટે મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત મોરબી જીલ્લાની સરકારી શાળાઓમાં તાયફા બંધ કરીને સુવિધા વધારવા કોંગ્રેસની માંગ મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટને તાત્કાલીક રીપેર કરીને લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામ પાસે કામ દરમિયાન બેલ્ટ માથામાં લાગતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત


SHARE















મોરબીના રાજપર ગામ પાસે કામ દરમિયાન બેલ્ટ માથામાં લાગતા રાજકોટ ખસેડાયેલ યુવાનનું મોત

મોરબીના રાજપર ગામ પાસે આવેલ કારખાનાની અંદર કામ દરમિયાન બેલ્ટ માથાના ભાગે લાગ્યો હોવાથી યુવાનને મોરબીની સિવિલે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત થયેલ છે.આ બનાવને પગલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રાજપર ગામે આવેલ વિઝન કંપનીમાં કામ દરમિયાન રમેશભાઈ મુસાફીભાઈ રામ (ઉમર ૩૨) હાલ રહે.રાજપર વિઝન કંપની પાસે તા.મોરબીને માથાના ભાગે બેલ્ટ લાગ્યો હતો.જેથી ગઈકાલના તેને અત્રેની સિવિલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન આજે તા.૧-૭ ના સવારના સારવારમાં રહેલા રમેશભાઈ રામ નામના મજૂર યુવાનનું મોત નીપજ્યું હતું.રાજકોટ ખાતેથી યાદી આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ કુલતરીયા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના બેલા ગામે રહેતા બાબુભાઈ ગોરધનભાઈ પરમાર નામના ૪૨ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો તે સમયે ગામ નજીક બાઇકની આડે અચાનક કૂતરું ઉતરતા વાહન સ્લીપ થયું હતું જે બનાવમાં તેને ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટના રામનાથપરા વિસ્તારમાં રહેતા રવિભાઈ ચતુરભાઈ વાંઝા નામના ૨૦ વર્ષના યુવાનને મોરબીના રફાળેશ્વર પાસે આવેલ વિસ્તારમાં સાગરભાઇ તથા અન્ય વ્યક્તિ દ્વારા માર મારવામાં આવતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમારે નોંધ કરીને તપાસ કરી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા મંગળાબેન કાનજીભાઈ હડીયલ નામના ૭૪ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે વાવડી રોડ ગણેશનગર વિસ્તાર પાસે બાઈકમાંથી નીચે પડી જતા અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી રવાપર રોડ નીલકંઠ સ્કૂલ પાસે બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઈજા થતા દિલીપભાઈ બચુભાઈ મીરાણી (૬૪) રહે.પરસોતમ ચોક પાસે દાઉદી પ્લોટ રવાપર રોડને અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પોલીસે બંને બનાવની નોંધ કરીને આગળની તપાસ કરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના રવાપર રોડ વિસ્તારમાં રહેતો દુષ્યંત પ્રાણજીવનભાઈ કાસુન્દ્રા નામનો ૨૯ વર્ષનો યુવાન રવાપર રોડ નરસંગ ટેકરી પાસેથી બાઈકમાં જતો હતો.ત્યાં રસ્તામાં બાઈક સહિત પડી જતા સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે લીલાપર રોડ ચાર માળીયા વિસ્તારમાં રહેતા સુમનદેવી બહાદુરભાઈ નામની ૩૨ વર્ષીય મહિલાએ તેના ઘરે જાતે હાથ ઉપર ચેકા મારી લેતા સારવાર માટે સિવિલમાં લાવવામાં આવ્યા હતા.




Latest News