મોરબીમાં રેલ્વેને લગતા પ્રશ્નોની રાજ્યસભાના સાંસદને કરવામાં આવી રજૂઆત
મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ-નવલખી બંદર માટે મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત
SHARE








મોરબી જીલ્લામાં મીઠા ઉદ્યોગ-નવલખી બંદર માટે મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા રાજ્યસભાના સાંસદને કરાઇ રજૂઆત
મોરબી જીલ્લા સહિત ગુજરાતમાં દેશના કુલ મીઠાના ઉત્પાદનમાંથી 80 ટકા મીઠાનુ ઉત્પાદન કરવામાં આવે છે અને મીઠા ઉધ્યોગ રાજ્યોનો મોટો ઉદ્યોગ છે. ત્યાર જો સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તો મીઠા ઉધોગનો વિકાસ થાય તેમ છે જેથી કરીને જયદીપ એસો. પ્રા. લી. અને મરીન સોલ્ટ મેન્યુ. એસો. દ્વારા મીઠા ઉદ્યોગના વિકાસ અને નવલખી બંદરે સુવિધાઓ માટે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને આવેદન પત્ર આપ્યું છે.
હાલમાં મરીન સોલ્ટ મેન્યુ. એસો. અને જયદીપ એસો. પ્રા. લી.ના દિલુભા જાડેજા દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, મીઠાના અગરીયાઓ માટે વર્ષોથી પીવાના પાણીની મુશ્કેલી છે, મીઠાના એકમોમાં આવવા જવા માટે રસ્તાઓ પાકા બનાવવા જોઈએ તેવી માંગ કરેલ છે અને માળીયા (મી) ના રણ વિસ્તારમા જેવા કે, લવણપુર, વર્ષામેડી, બોડકી, બગસરા, જાજાસર, હરીપર વિગેરે ગામોને નેશનલ હાઈવે સાથે જોડતા રસ્તાઓનુ નિર્માણ કરવું જોઈએ. તેમજ આ વિસ્તારમાં સાયકલોનથી બચાવ કરવા માટે આ વિસ્તાર માં સાયકલોન સ્લેટર બનાવવા જોઈએ.
માળીયા(મી) તાલુકામાં ઉત્પાદીત થતા મીઠાનાં નીકાસ માટે ડેલીગેટ જેટી બનાવવી જોઈએ. મીઠા ઉત્પાદીત વિસ્તારથી હરીપર, જાજાસર, દેવગઢ, હળવદ તાલુકાનાં રણ વિસ્તાર તથા સુરજબારી વિસ્તાર નવલખી બંદરથી ખુબજ દુર થતુ હોય મીઠાનાં પરીવહનામાં ખુબજ મોટો ખર્ચ થાય છે જેથી જો કે, નવલખી બંદરે કોલ આયાત થતો હોવાથી મીઠામાં કોલસાનું ડસ્ટીંગ થવાથી ત્યા મીઠાનું નિકાસ શક્ય નથી. માટે માળીયા તાલુકાનાં બગસરા વિસ્તારમાં એટલે કે હડકીયા ક્રિકમાં જેટી બનાવવાની માંગ કરેલ છે. અને બગસરા વિસ્તારમાં મીઠાનાં નિકાસ માટે અગાઉ મંજુર થયેલ તે જગ્યાએ જેટી બનાવવાની રજૂઆત કરી છે.
મોરબી જીલ્લાના એક માત્ર ALL WEATHER નવલખી બંદર આવેલ છે તેમજ આ બંદરને લાગુ પડતા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ વિગેરે જીલ્લાઓ ઉધોગ /વેપાર ધંધાઓ ના હબ છે. નવલખી બંદરેથી આયાત-નિકાસ થતો કારગો ભારતના અન્ય રાજય જેવા કે, રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, પંજાબ અને ઉતર પ્રદેશ તેમજ અન્ય નજીકના રાજયોને લોજીસ્ટીક કોસ્ટમાં ફાયદાકારક હોય તો નવલખી બંદરના વિકાસ કરવા માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવી અનિવાર્ય છે. હાલે નવલખી બંદર ઉપર નવી જેટી બનાવેલ છે તે જેટી એ અને નવલખી ચેનલ (ડ્રીક) માં ડ્રેજીજીંગની જરૂીરીયાત છે જો ત્યા ડ્રેજીજીંગ કરવામાં આવેતો જેટી પર થી કન્ટેનર બાર્જીસ /કાર્ગો બાર્જીસ નુ લોડીંગ અન લોડીંગ થઈ શકે તે માટે જેટી તેમજ ચેનલ (દ્વીક) માં ડ્રેજીંગ કરવુ અનિવાર્ય છે.
કંડલા બંદરે વર્ષોથી જે ડ્રેજીજીંગ કરવામાં આવે છે જે ડ્રેજીજીંગ નો કાદવ તેમજ કાંપ ભરતી ઓટ સમયે નવલખી નવલખી બંદર ઉપર આવેછે અને નવલખી બંદરે દરિયાઈ પાણી ની ઉડાંઈ ઓછી થતી જાય છે જેને લીધે ચેનલો (દ્વીકો) માં પુરાણ થતુ જાય છે જેના હીસાબે શીપો હાલે ૯ થી ૧૧ મીટરના ડ્રાફટમા નવલખી ઈનર વર્કીંગ એન્કરેજમાં આવે છે જયારે અગાઉ તેજ શીપો ૧૨ થી ૧૪ મીટરના ડ્રફટમાં આવતી હતી. તેમજ હાલે ચેનલોના પુરાણના હીસાબે લો ટાઈડમાં બાર્જીસ ગ્રાઉન્ડ થઈ જાય છે જેના હીસાબે ૨૪ કલાક બાજીસની મુવમેન્ટ થતી નથી. જો કંડલા પોર્ટના ડ્રેજીંગનો કાદવ કાંપ નવલખી બંદર ઉપર જે આવે છે તે જો બંધ કરવામાં નહીં આવે તો આવતા ભવિષ્યમાં નવલખી બંદર બંધ થવાની શયતા છે માટે કંડલા પોર્ટ ડ્રેજીજીંગનો કાપ નવલખી બંદર ઉપર ન આવે તે માટે યોગ્ય કરવાની ખાસ જરૂરી છે.
મોરબી સીરામીક, પેપરમીલ, સેનેટરી વેર્સ, ધડીયાલ, પોલીપેક, સોલ્ટ, ઓટોમોબાઈલ્સ (રાજકોટ) ટેક્ષટાઈલ/કોટન, વિગેરે ઉદ્યોગોને, ગ્લોબલ માર્કેટ માં ટકી રહેવા માટે નવલખી બંદરે ઓછા માં ઓછા ૧૨ મીટરના ઉડા દરીયાઈ પાણી મળી રહેતા હોય તે જગ્યાએ જેટીનું નિર્માણ કરવું જોઈએ અને કન્ટેનર લોડીંગ અને લોડીંગ ની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ, જેથી હાલે મોરબીથી સીરામીક વિગેરે તેમજ રાજકોટ થી ઓટોમોબાઈલ્સ તેમજ અન્ય ના કન્ટેનરો હાલે કંડલા અને મુન્દ્રા પોર્ટથી આયાત નીકાસ થાય છે તેના બદલે નવલખીથી થાય તો ઉધોગકારોને લોજીસ્ટીક ચાર્જીસમાં ઘટાડો થાય અને ગ્લોબલ માર્કેટમાં ટકી રહે અને ઉધોગ ધંધાનો વિકાસ થશે.
