મોરબી પોલીસબેડામાંથી નિવૃત થયેલ છ પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો
મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રી માટે જાગૃતિ સેમીનાર યોજાયો
SHARE







મોરબીમાં ઘરેલુ હિંસા સામે સ્ત્રી માટે જાગૃતિ સેમીનાર યોજાયો
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સતવારા સમાજની વાડી, વાઘપરા, મોરબી ખાતે મહિલાઓને ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનાર યોજાયો હતો. આ સેમીનારમાં ઉપસ્થિત મહિલાઓને કાયદા નિષ્ણાંત નસીમબેન ખોખર દ્વારા ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ વિષે વિસ્તૃત સમજ આપતા જો કોઈ મહિલા ઘરેલું હિંસાનો ભોગ બને તો તેમને શું પગલાં લેવા તે અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી જે.બી. ત્રિવેદી દ્વારા વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
