સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો


SHARE

















આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો

સમગ્ર વિશ્વમાં વર્ષ - ૨૦૨૫ ની આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષતરીકે કરવામાં આવી રહેલી ઉજવણીના અંતર્ગત મોરબીમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી દ્વારા શ્રી ગેલેકસી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લી., વાંકાનેરના સહયોગથી ગેલેક્સી સ્કૂલ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે સહકારીતા વિષય પર શૈક્ષણીક સેમીનાર યોજાયો હતો.

સહકારી ક્ષેત્રના વિવિધ પાસાઓ અને યુવાઓના જોડાણ પર કેન્દ્રિત હતો. વિદ્યાર્થીઓ અને યુવાઓમાં સહકારના મૂલ્યો અને મહત્વ વિશે જાગૃતિ ફેલાવવી, ભારતના અર્થતંત્રમાં સહકારી ક્ષેત્રના મહત્વ, ગ્રામીણ વિકાસમાં તેના યોગદાન અને સહકારી સંસ્થાઓને મજબૂત બનાવવામાં યુવાઓની ભૂમિકા વિશે યુવાઓમાં જાગૃતિ ફેલાવવી, યુવાઓમાં સહકારી મૂલ્યો સ્થાપિત કરવા અને રાષ્ટ્રીય વિકાસમાં સહકારી સંસ્થાઓની સુસંગતતા વિશે જાગૃતિ ફેલાવવા સહિતના વિવિધ ઉદ્દેશોને ધ્યાનમાં રાખી આ સેમીનાર રાખવામાં આવ્યો હતો. આ સેમીનાર અંતર્ગત સહકારીતાને કેન્દ્રમાં રાખી વિવિધ વિષય પર ચિત્ર સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. આ સ્પર્ધા માટે સહકાર ક્ષેત્ર- ભારતીય અર્થતંત્રનો મુખ્ય આધારસ્તંભ, યુવા અને સહકારી ક્ષેત્ર, આદર્શ સહકારી મંડળીઓ અને ગ્રામીણ અર્થતંત્રમાં સહકારની ભૂમિકા જેવા વિષયો રાખવામાં આવ્યા હતા. તેવી જ રીતે વકતૃત્વ અને ચિત્રકામ એમ બંને સ્પર્ધાઓમાં ત્રણ-ત્રણ વિજેતાઓને ઉત્કૃષ્ટ પ્રસ્તુતિઓ માટે પ્રમાણપત્ર અને ભેટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને સહકારી સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લેતા સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. સેમીનારમાં સ્કૂલના ૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના સહકારી આગેવાનો અને સહકારી સંસ્થાઓના વ્યવસ્થાપક સમિતિના સભ્યો તથા શાળાના શિક્ષકો, બાળકો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News