સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું


SHARE

















વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

વાંકાનેર શહેર વિસ્તારમા રાતીદેવરી-પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ ઓવરબ્રીજ પુલ નીચે બેસી જતા તુટી જવાના કારણે હાલે ઓવરબ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવેલ છે. જેથી મોટા પ્રમાણમા ભારે વાહન વ્યવહાર વાંકાનેર શહેરમાંથી પસાર થાય છે અને વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો સાંકળા હોય, મોટા વાહનો અંદર આવવાથી અવાર નવાર ટ્રાફીકની સમસ્યા રહેતી હોય, વાહન અકસ્માતના બનાવો બનવાની સમસ્યા સર્જાય તેમ છે.

વધુમાં આગામી તા.૦૫, ૦૬ અને ૦૭ જુલાઈ દરમિયાન વાંકાનેર શહેરમાંથી મહોરમના તહેવાર અનુસંધાને તાજીયા નીકળનાર હોય, જે તાજીયા વાંકાનેર શહેર વિસ્તારમાં લક્ષ્મીપરા, વાંઢા લીમડા ચોક, ધર્મ ચોક, રસાલા રોડ, ગ્રીન ચોક, મેઇન બજાર, હરીદાસ રોડ, પ્રતાપ રોડ, માર્કેટ ચોક, દિવાનપરા, જીનપરા જકાતનાકા મેઇન રોડ, જકાતનાકા હાઇવે તેમજ નેશનલ હાઇવે ૮-એ પરથી વાંકાનેર મીલ પ્લોટ સુધી પસાર થનાર હોય, જેથી વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર વાહનો તેમજ પગપાળા માણસોની અવર જવર બહોળી પ્રમાણમાં રહે છે. જેથી મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મોરબી-વાંકાનેરથી-રાજકોટ તરફ જતા વાહનો માટે શહેરના મુખ્ય માર્ગ પર તા.૫ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી તા.૭ ના રોજ રાત્રિના 12 વાગ્યા સુધી વૈકલ્પિક માર્ગ તરફ આવવા જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

જેમાં રાજકોટ શહેર તથા ટંકારા મીતાણા, જામનગર તરફ થી આવતા ભારે વાહનો અમરસર ફાટક થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડ થી દિવાનપરા રોડ થઇ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી સરકારી હોસ્પીટલ રોડ થઇ રાતીદેવરી ગામથી-વાંકીયા ગામ થઇ નેશનલ હાઇવે તરફ આવી જઇ શકશે., મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે વાંકીયા ગામ થઇ રાતી દેવરી થી સરકારી હોસ્પીટલ રોડ થઇ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી દિવાનપરા રોડ થઇ બસ સ્ટેન્ડ રોડ થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ થી રાજકોટ રોડ તથા અમરસર ગામ મીતાણા ટંકારા, જામનગર તરફ આવી જઇ શકશે. અને ટંકારા, લજાઇ થી આવતા વાહનો જડેશ્વર રોડ થઇ મોરબી તરફ આવી જઇ શકશે. આ જાહેરનામામાંથી એસટીની બસો, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, સ્કુલ/ કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને મુક્તિ આપવામાં આવે છે.




Latest News