મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE













મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના જાંબુડીયા ગામ પાસે આરટીઓ કચેરી સામેથી રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને જઈ રહ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે તેની રીક્ષાને હડફેટ લીધી હતી જેથી અકસ્માત થયો હતો અને તેમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં કુબેર ટોકીઝ પાછળ ધાર વિસ્તાર ત્રાજપરખારીમાં રહેતા કિશનભાઇ દિલીપજીભાઈ ઠાકોર (29) નામના યુવાને ડમ્પર નંબર જીજે 32 ટી 8604 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ નજીક આરટીઓ ઓફિસ સામેના બ્રિજ પહેલા તેઓ રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2785 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે તેઓની રીક્ષાને હડફેટે લીધી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી તેમજ શરીરે પણ ઇજાઓ થઈ હોવાના કારણે તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક સ્લીપ

મોરબીના જેપુર ગામે રહેતા ભાનુબેન જગદીશભાઈ સોલંકી (43) ગામના મહિલા ગોર ખીજડીયા ગામ પાસે બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થતા હતા ત્યારે બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં ભાનુબેનને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આવી જ રીતે મોરબીના રંગપર ગામે રહેતા મીનાબેન દયારામભાઈ બારેલા (35) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને પીપળી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઈજા થઈ હતી જેથી તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા શેરબાનુબેન ઈબ્રાહીમભાઇ ઘાંચી (52) નામના મહિલા એકટીવામાં બેસીને મોરબીના નવલખી રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે અન્ય બાઇક ચાલકે એકટીવાને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઈજા હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા ઇમરાનભાઈ ઈમ્તિયાઝભાઈ બ્લોચ (22) નામના યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News