માળીયા (મીં)ના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડયાયો મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત


SHARE

















વાંકાનેરના મેસરીયા ગામે ઘરે છત ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત

વાંકાનેરના મેસરીયા ગામે રહેતા વૃદ્ધના ઘરે ફળિયામાં ધાબુ બનાવેલ હોય ત્યાં છોકરા દોડતા હતા જેથી મકાનની સીડી ઉપર ચડીને બાવળનું જાડું મૂકવા માટે વૃદ્ધ ગયા હતા ત્યારે કોઈ કારણોસર વૃદ્ધ નીચે ટકાતા તેઓને માથામાં અને શરીરે ગંભીર જા થતાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મેસરીયા ગામે રહેતા મામૈયાભાઈ રામભાઈ ખાંભલા (68) નામના વૃદ્ધ પોતાના ઘરે ધાબા ઉપરથી નીચે ફળિયામાં પડતા તેઓને માથામાં અને શરીરે ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ જે બનાવાની મૃતક વૃદ્ધના દીકરા દેવરાજભાઈ મામૈયાભાઈ ખાંભલા (38) રહે. મેસરિયા ગામ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક વૃદ્ધના ઘરે આગળના ભાગમાં ફળિયામાં ધાબુ બનાવેલ હતું અને તેના પર છોકરા દોડતા હોવાથી તેઓ મકાનની સીડી ઉપર ચડી છત ઉપર બાવળનું જાળી મુકવા ગયા હતા દરમિયાન કોઈ કારણોસર તેઓ અકસ્માતે ઉપરથી નીચે ટકાતા તેઓને ઇજા થઈ હતી અને ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

માળીયા મીયાણામાં રહેતા ઇમરાનભાઈ અબ્દુલભાઈ સામતાણી (28) અને ફકરુદ્દીન નિઝામભાઈ સામતાણી (26) ને રેલવે સ્ટેશન પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા આવી જ રીતે માળીયામાં ખોજા ખાના શેરીમાં રહેતા મુરાદભાઈ ખમીસાભાઈ માણેક (54) નામના આધેડને માળિયામાં રેલવે સ્ટેશન પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા અને આ બંને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની છે

વૃદ્ધા સારવારમાં

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા વિનુબેન ભરતભાઈ (60) નામના વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે તેને ચક્કર આવતા છત ઉપરથી નીચે પડી જવાને કારણે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News