મોરબીના જાંબુડીયા પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !!
SHARE









મોરબીમાં ઉબડ ખાબડ રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ: લોકોને ડાન્સિંગ કારમાં જતા હોવાનો અહેસાસ સાથે આર્થિક-શારીરિક નુકશાન બોનસમાં !!
મોરબીના મોટાભાગના રોડ રસ્તાની હાલત અતિ દયનીય છે અને તેના કરતાં પણ વધુ દયનીય હાલત વાહન ચાલકોની છે કારણ કે, રોજ ઉબડ ખાબડ રોડ રસ્તા ઉપરથી પોતાના વાહનો લઈને પસાર થવું પડે છે જેથી કરીને તેમના વાહનોમાં તથા તેઓને શારીરિક મોટા પ્રમાણમાં નુકસાની થાય છે. તેમ છતાં મનપાના તંત્ર દ્વારા રોડ ઉપરના ખાડા પૂરવા માટેની લેસ માત્રા કામગીરી કરવામાં આવતી હોય તેવું હાલમાં જોવા મળતું નથી.
મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો તેને છ મહિના જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં પણ આજની તારીખે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મોરબીના મોટાભાગના રોડ રસ્તા ઉબડ ખાબડ થઈ ગયા છે જેથી તે રસ્તા ઉપરથી વાહન લઈને પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે કારણ કે, અમુક અમુક જગ્યાએ અડધા અડધા ફૂટના ખાડા પડી ગયા છે. જેથી વાહન ચાલકો પોતાના વાહન લઈને પસાર થાય ત્યારે જાણે કે ડાન્સિંગ કાર લઈને નિકળા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.
મોરબીમાં ગાંધી ચોક, નગર દરવાજા ચોક, જેલ રોડ, મચ્છી પીઠ, લાતી પ્લોટ, મહેન્દ્રપરા સહિતના જુદા જુદા વિસ્તારો કે જ્યાં રોડ ઉપર ડામરને શોધવો મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ છે કારણ કે રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને તેમાં વરસાદી પાણી ભરાવાના કારણે ખાડા દેખાતા ન હોવાથી વાહનચાલકો નાના મોટા અકસ્માતના ભોગ બનતા હોય છે અને તેઓના વાહનોમાં નુકસાની થાય છે આટલું જ નહીં તેઓને શારીરિક નુકસાની પણ સહન કરવી પડે છે.
મોરબીમાં વિજય ટોકિઝ પાસેનો રસ્તો સારો હતો તેમ છતાં પણ ત્યાં રોડનું કામ કરવા માટે ચાલુ ચોમાસે મનપાની ટીમ દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે જેના કારણે તે રસ્તાને બંધ કરવામાં આવ્યો છે જો કે, છેલ્લા દસ દિવસ જેટલો સમયથી ત્યાં વરસાદી માહોલના કારણે કામ થઈ શકતું નથી અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં એક રસ્તો બંધ હોવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે જે રસ્તા અતિદયનીય હાલતમાં રોડ છે ત્યાં કામ કરવાના બદલે પહેલા વિજય ટોકીઝવાળો રસ્તો શા માટે લેવામાં આવ્યો તેવો સવાલ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે કારણકે છેલ્લા દસ દિવસથી તેઓના વેપાર ધંધા પડી ભાંગ્યા છે.
એક બાજુ મનપાના તંત્ર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે થઈને રોડ રસ્તાના કામ કરવામાં આવે છે તેવી વાતો કરવામાં આવે છે અને જ્યાં રોડમાં ખાડા પડ્યા હોય ત્યાં માટીના ઢગલા અથવા તો પ્રીમિક્સ નાખીને ખાડા બુરવામાં આવે છે જો કે, જેવી માટી અથવા તો પ્રીમિક્સ ખાડામાં નાખવામાં આવે તેની સાથે જ મેઘરાજા આવી જાય છે અને ત્યાર બાદ ખાડામાં નાખવામાં આવેલ માટી કે પ્રીમિક્સ બહાર નીકળી જાય છે અને તેના ઢગલા પણ રોડ ઉપર થાય છે જેથી રોડ ઉપર માટીની ડમરી કે પછી ડામરના કાંકરા ઉડતા હોય છે અને ખાડા યથાવત સ્થિતિમાં જોવા મળે છે ! જેથી લોકોને પારા વાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ છતાં પણ મનપાના જવાબદાર અધિકારી દ્વારા કામગીરી કર્યાનો સંતોષ વ્યક્ત કરવામાં આવતો હોય છે.
મોરબીના લોકો વર્ષે કરોડો રૂપિયા મનપાની તિજોરીમાં જમા કરવા છે તેમ છતાં પણ લોકોને સારા રોડની સુવિધા મળી રહી નથી અને ખાસ કરીને ચોમાસાના ચાર મહિના ઉબડ ખાબડ રસ્તા અને ખાડા વાળા રસ્તા સહન કરવા જ પડે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જેથી રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા પણ મનપતા ન આપી શકતી હોય તો આ મનપા પાસે લોકોએ શું અપેક્ષા રાખવી તેવો સવાલ મોરબીવાસીઓ કમિશનરને કરી રહ્યા છે.
