મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર વાંકાનેરમાં સોની વેપારીની નજર ચૂકવીને ગ્રાહક બનીને આવેલ મહિલા-પુરુષે સોનાની બુટીની કરી ચોરી મોરબી, વાંકાનેર, મથક અને મંગળાપુર ગામે જુગારની રેડમાં 12 શખ્સ પકડાયા મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત સભ્ય અજય લોરીયાની જાહેરાત : બેઠક હેઠળ આવતી ગ્રામ પંચાયત સમરસ થાય તો એક લાખની સહાય


SHARE







મોરબી જિલ્લા પંચાયત સભ્ય અજય લોરીયાની જાહેરાત : બેઠક હેઠળ આવતી ગ્રામ પંચાયત સમરસ થાય તો એક લાખની સહાય

મોરબીના સેવાભાવી દેશભકત યુવાન અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા સરાહનીય તેમજ અન્ય માટે આવકારદાયક પહેલ કરવામાં આવેલ છે.અજયભાઇ લોરીયાએ જાહેર કરેલ છેકે આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે હાલ ફોર્મ ભરવાનું ચાલુ છે. ત્યારે ગામમાં એકતા જળવાય અને જો ગામ સમરસ થાય તો તેઓ પંચાયતને તેમના વ્યક્તિગત રૂા.એક લાખ આપશે.

સરકાર દ્વારા ગામનો વિકાસ થાય તે માટે જે ગામ સમરસ થાય તે ગામને વધારાની ગ્રાંટ આપવામાં આવે છે  જેથી ગામનો સર્વાંગી વિકાસ થાય ત્યારે સેવા કાર્યો અને લોકોના કામોમાં હંમેશા અગ્રેસર રહેતા રાષ્ટ્ર ભક્ત યુવાન અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા વધુને વધુ ગામો સમરસ થાય તેના માટે  જિલ્લા પંચાયતની તેઓ જયાંથી ચુંટાયા છે તે જેતપર સીટ હેઠળ આવતા ગામો જેમકે જેતપર, વાઘપર, પીલુડી, રાપર, સાપર, જસમતગઢ, ગાળા, ચકમપર, જીવાપર,  કેશવનગર, લક્ષ્મીનગર, ભરતનગર, નવા સાદુળકા, હરીપર, કેરાળા, રવાપર(નદી), ગુંગણ, સોખડા બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, કૃષ્ણનગર, ભક્તિનગર, અણિયારી, અમરનગર, જૂના સાદુળકા ગામોમાંથી જે ગામ સમરસ દાહેર થશે તે ગામના વિકાસ માટે તેઓ પોતે પોતાના એક લાખ રૂપિયા વિકાસ કાર્યો માટે આપશે તેવી અન્ય માટે અનુકરણીય જાહેરાત તેમના દ્રારા કરવામાં આવેલ છે.






Latest News