મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

પ્લાસ્ટિક મુક્ત મોરબી: મનપાની માય થેલી ઇવેન્ટને લોકોનો સારો પ્રતિસાદ


SHARE









પ્લાસ્ટિક મુક્ત મોરબી: મનપાની માય થેલી ઇવેન્ટને લોકોનો સારો પ્રતિસાદ

સ્વચ્છ ભારત મિશન અર્બન તથા દીનદયાળ અત્યોદય આજીવિકા મિશન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા મોરબી મહાનગરપાલિકા દ્વારા “માય થેલી” ઇવેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદેશ્ય પ્લાસ્ટિક થેલીઓના ઉપયોગમાં ઘટાડો કરવાનો અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો છે આ કાર્યક્રમ અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારના કેસરબાગ, દીપ્તિ હેલ્થ સેન્ટર વી.સી.પરા, મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ રેલ્વે સ્ટેશન રોડ, ક્લસ્ટર ઓફીસ શનાળા જગ્યાઓએ સખી મંડળની બહેનો દ્વારા કાપડ અથવા જુના કપડામાંથી વિનામૂલ્યે થેલીઓ બનાવી આપવાની કામગીરી શરુ કરવામાં આવી છે “માય થેલી” ઇવેન્ટ દર ગુરુવાર તથા શુક્રવારે યોજાશે અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ચાલુ રહેશે આ અંગે મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નીલ ખરે તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર કુલદીપસિંહ વાળા દ્વારા તમામ શહેરીજનોને આ કાર્યક્રમમાં જોડાઈને પ્લાસ્ટિક મુક્ત મોરબી અભિયાનને સફળ બનાવવા માટે અપીલ કરી હતી.




Latest News