મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વરસાદના કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓના નિવારણ અર્થે કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ


SHARE









મોરબીમાં વરસાદના કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓના નિવારણ અર્થે કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

મોરબી શહેરીજનોની સમસ્યાઓના નિરાકરણ માટે મોરબી મહાનગરપાલિકા કટિબધ્ધ છે જો કે, શહેરીના જુદાજુદા વિસ્તારમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગટર અને સફાઈના પ્રશ્નો બાબતે નાગરિકો સીધી રજૂઆત કરી શકે અને પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી કરવામાં આવે તેવા માટે મોરબી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં મોરબીના જુદાજુદા વિસ્તાર મુજબ અધિકારી અને કર્મચારીઓના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા અને શહેરી વિસ્તારમાં ચોમાસાના કારણે લોકોને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તથા તેમના પ્રશ્નોનું તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ કરવામાં આવે તે બાબતે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યુ હતું કે, લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા કટિબધ્ધ છે. અંડર ગ્રાઉન્ડ ગટર, કુંડીની સફાઈના પ્રશ્નોનું નવા સાધનોથી નિરાકરણ કરવામાં આવશે. ખાલી ચોમાસાની ઋતુમાં ખાડા પૂરવાના કામ તથા પાણીના નિકાલના કામને પ્રાધાન્ય આપવામાં આવશે.

મોરબી મહાનગરપાલિકા શહેરના નાગરિકોની સુખાકારી અને સુવિધાઓને વધુ સુદૃઢ કરવા માટે સતત પ્રયાસરત છે. શહેરી વિસ્તારોમાં રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી મૂળભૂત સેવાઓ સંબંધિત સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે, મોરબી મહાનગરપાલિકા દ્વારા વિસ્તાર મુજબ અધિકારી/ કર્મચારીઓના નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ પહેલ શહેરના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચેના સંવાદને વધુ મજબૂત કરશે અને સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવશે. હાલ ચોમાસાની પરિસ્થિતિ અન્વયે મોરબી શહેરી વિસ્તારમાં નાગરિકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મોરબી મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે.

શહેરીજનોની સુખાકારી અને સુવિધાઓની સુલભતા માટે કરવામાં આવી રહેલી કામગીરીના ભાગરૂપે નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિરાકરણ આવે તેવા ઉદ્દેશ્ય સાથે શહેરના વિવિધ વિસ્તાર મુજબ લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અધિકારી/ કર્મચારીને નિયુક્ત કરવામાં આવ્યા છે અને ફરિયાદ નોંધાવા માટે તેમના સંપર્ક નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. શહેરીજનો તેમના વિસ્તારમાં રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ તેમજ સફાઈના પ્રશ્નો માટે સંબંધિત વિસ્તારના અધિકારી/ કર્મચારીનો સંપર્ક કરી શકાશે. તેમજ લોકો કમિશ્નર અને બન્ને નાયબ કમિશ્નરોનો સંપર્ક કરીને રજૂઆત કરી શકશે. અને લોકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટેની મહાપાલિકાની ટીમ માટે કટિબધ્ધ છે.




Latest News