મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી: આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું


SHARE













મોરબી: આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ ખાતે મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા નવા પ્રવેશિત વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી ઓરિએન્ટેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના ચેરમેન પ્રસાદભાઈ ગોરીયા હાજર રહ્યા હતા. તેઓની સાથે જ ડૉ. રમેશ કૈલા, મિલનભાઈ વ્યાસ, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હિરેન મહેતા, એમસીએ ડિપાર્ટમેન્ટના એચઓડી પ્રો. નિખિલ દવે, જીટીયુ કોઓર્ડિનેટર પ્રો.મેહુલ વાળા, પ્રો.ચંદ્રેશ પોપટ, અને પ્રો. અઘેરાએ પણ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન અને વિદ્યા દેવીની વંદના સાથે કરવામાં આવી હતી. તમામ અધ્યક્ષગણ અને પ્રોફેસર્સે વિદ્યાર્થીઓને સંસ્થાની શૈક્ષણિક ઉન્નતિ, અભ્યાસક્રમો, અને ભવિષ્યની તકોથી અવગત કરાવ્યા હતા. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને કારકિર્દી માટે વિઝન વિકસે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિવિધ કોર્સ ઓફર કરવામાં આવે છે જેમ કે:
BBA, MBA, BCA, MCA, BHMS, BPT, BPHARM, DPHARM, Nursing (B.Sc., GNM, ANM), BED, LLB, B.Sc. Science વગેરે.

સંપર્ક માટે:
 www.aryatej.co.in
 +91 95124 10070
 Instagram / Facebook




Latest News