મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રાથમિક સુવિધાની માંગ સાથે કોંગ્રેસ કરશે મહાપાલિકાનો ઘેરાવ


SHARE













મોરબીમાં પ્રાથમિક સુવિધાની માંગ સાથે કોંગ્રેસ કરશે મહાપાલિકાનો ઘેરાવ

મોરબીમાં આજની તારીખે પ્રાથમિક સુવિધા માટે લોકો હેરાન છે ત્યારે લોકોને પાયાની સુવિધાઓ મળી રહે તેના માટે હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે અને આગામી સોમવારે લોકોને સાથે રાખીને મહાપાલિકાનો ઘેરાવ કરવાની ચીમકી કોંગ્રેસનાં પ્રમુખે ઉચ્ચારી છે અને લોકોને તેઓની સાથે જોડાવા માટેનું આહ્વાન કર્યું છે.

મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સોશયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે જેમાં જણાવ્યું છે કે મોરબીના લાતી પ્લોટ, આલાપ રોડ, શ્રી કુંજ સોસાયટી, મહેન્દ્રનગર, ઇન્દીરાનગર, એલઇ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં રોડ રસ્તા બિસ્માર છે તે સહિતના પ્રાથમિક સુવિધાને લગતા જે પ્રશ્નો છે તેને લઈને લોકો આંદોલન કરે એટ્લે રસ્તા ઉપર મોરમ નાખે છે જો કે, બે ઇંચ વરસાદમાં બધું હતું એવું ને એવું થઈ જાય છે જેથી મોરબીના લોકો કરોડોનો ટેક્સ જમા કરાવે તો પણ તેઓને સારી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી નથી જેથી પ્રજાના હક્ક માટે કોંગ્રેસ લડાઈના મંડાણ કરશે અને આગામી સોમવારે કોંગ્રેસ સ્થાનિક લોકોને સાથે રાખીને મહાપાલિકા કચેરીનો ઘેરાવ કરશે ત્યારે મોરબીના ગાંધી ચોક ખાતે સવારે 11 વાગ્યે લોકોને આવવા માટે કોંગ્રેસનાં આગેવાનોએ આહ્વાન કર્યું છે.




Latest News