મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીએ રકમ જમા કરવી છતાં કોર્ટે ફટકારી એક વર્ષની સજા એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ મોરબીમાં આપના આગેવાને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તંત્ર દોડતું મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો મોરબીના ઉમીયાનગરમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જોધપર નજીક મચ્છુ નદી ઉપરના બ્રિજની સલામતી બાબતે કાર્યપાલક ઈજનેરની ટીમે કર્યું નિરીક્ષણ
Breaking news
Morbi Today

નવજીવન: મોરબીમાં મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર મહિલાને યુવાને તાત્કાલિક બચાવી લીધી


SHARE

















નવજીવન: મોરબીમાં મચ્છુ-3 ડેમમાં ઝંપલાવનાર મહિલાને યુવાને તાત્કાલિક બચાવી લીધી

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોઈ કારણોસર મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ-3 ડેમ પાસેના પુલ ઉપરથી પાણીમાં ઝંપલાવ્યું હતું જો કે, ત્યારે સ્થળ ઉપર હાજર રહેલા એક યુવાને મહિલાને પાણીમાં પડતું મુક્તા જોઈ હતી જેથી તેણે તાત્કાલિક પાણીમાં ઝંપલાવ્યું હતું અને મહિલાને બચાવી લીધી હતી અને આસપાસના લોકોએ દોરડાની મદદથી તે મહિલા અને યુવાનને પાણીની બહાર કાઢ્યા હતા અને ત્યાર બાદ મહિલાને હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ-3 ડેમ પાસે આરટીઓના પુલ ઉપરથી એક મહિલાએ ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં પાણીમાં ઝંપલાવ્યું હતું અને જે તે સમયે સ્થળ ઉપર હાજર રહેલા અમરેલી ગામના રહેવાસી જયદીપભાઇ દિનેશભાઈ ઝીંઝવાડીયાએ મહિલાને પાણીમાં પડતા જોઈ હતી જેથી કરીને તેણે તાત્કાલિક મહિલાને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યૂ હતું અને પાણીમાં પડેલ મહિલાને બચાવી હતી અને ત્યારબાદ પુલ ઉપરથી અન્ય લોકોએ દોરડા પાણીમાં ફેંક્યા હતા જેની મદદથી તે મહિલા અને યુવાન પાણીની બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ 108 મારફતે મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ અંગેની આગળની તપાસ ફિરોજભાઈ સુમારા દ્વારા કરવામાં આવી હતી અને મહિલાનું નામ જન્નતબેન યાકુબભાઈ સંધવાણી રહે. વીસીપરા મોરબી વાળા હોવાનું સામે આવ્યું છે અને તે મહિનાને બે સંતાન છે જો કે, પાણીમાં કયા કારણોસર તેણે ઝંપલાવ્યું હતું તે બહાર આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, મરવા કે મારવા વાળા કરતા બચાવવા વાળો મોટો છે જે ઉક્તિ અહી સાર્થક થઈ રહી છે.






Latest News