મોરબી જીલ્લામાં દારૂની જુદીજુદી 7 રેડમાં 2430 લિટર આથો-227 લિટર દેશી દારૂ ઝડપાયો વાંકાનેરના જાલીડા ગામ નજીક ગોચરની જગ્યામાંથી 1152 બોટલ દારૂ રેઢો મળ્યો !: આરોપીની શોધખોળ મોરબી જલારામ ધામ ખાતે કાલથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ  મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રેઈનબસેરાની બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અપાયા મોરબીના બગથળા ગામે જન જાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ મોરબી શહેર-તાલુકામાં એસપીની આગેવાનીમાં કોમ્બીંગ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ધડોધડ ગુના નોંધાયા ​​​​​​​વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મો મોરબીના વાવડી રોડે જુદીજુદી બે જગ્યાએ વરલી જુગારની રેડ: કપાત લેનારા શખ્સની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ


SHARE

















વાંકાનેર તાલુકામાં જોખમી પુલ, ખરાબ રોડ, ખનીજ ચોરી સહિતના પ્રશ્ને કોંગ્રેસના માજી ધારાસભ્યની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યુ

વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગઇકાલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં અવાયું હતું અને શહેર તથા તાલુકામાં બિસ્માર રોડ રસ્તા, તૂટી ગયેલ પુલ, જોખમી પુલ, અપૂરતા ખાતર અને ફરજિયાત નેનો યુરિયા, રઝડતા ઢોર, ખનીજ ચોરી સહિતના પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી.

વાંકાનેર નજીક રતિદેવરી તરફ જવાના રસ્તા ઉપર એક વર્ષ પહેલા પુલ તૂટી ગયેલ છે તેનું હજુ સુધી રિપેરિંગ થયેલ નથી, તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા બિસ્માર છે, સિંધાવદરનો પુલ જોખમી છે તેમજ પીજીવીસીએલ, ખાતર, ફરજિયાત નેનો યુરિયા, રઝડતા ઢોર, જંગલી પશુથી પાકને નુકશાન, ખનીજ ચોરી, ઓવરલોડ ડમ્પર સહિતની સમસ્યાઓ દૂર કરવા માટે અને જડેશ્વરથી અમરસર જતાં રોડના નબળા કામ બાબતે કોંગ્રેસનાં માજી ધારાસભ્ય મહમદજાવિદ પીરજાદાની આગેવાનીમાં કોંગ્રેસનાં આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ચર્ચા કરવામાં આવી હતી તેમજ શહેરમાં બિસ્માર રોડ, પાલિકા દ્વારા ફિલ્ટર વગરના દૂષિત પાણીનું વિતરણ, ઉભરાતી ગટર, તૂટી ગયેલ ગટરના ઢાંકણા તથા આશિયાના સોસાયટી અને ગુલાબનગરમાં પીવાનું પાણી આપવા માટેની રજૂઆત કરી હતી. ત્યારે માજી ધારાસભ્ય ઉપરાંત હરદેવસિંહ જાડેજા, કરશનભાઈ લુંભાણી, ગુલામભાઈ પરાસરા, નાથાભાઈ ગોરિયા, શકીલ પીરઝાદા, ઈસ્માઈલભાઈ બાદી, હુસેનભાઈ મંત્રી, અબ્દુલભાઈ બાદી, વનરાજભાઈ રાઠોડ, અરવિંદભાઈ અંબાલિયા, ગીતાબેન પરમાર, આબિદ ગઢવાળા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને જો તંત્ર દ્વારા સમસ્યાઓને દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News