ધારાસભ્યની રજુઆત ફળી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ બની રહેલા ફ્લાયઓવર બ્રિજના કામમાં 60 કરોડનો વધારો કરાયો, હવે 16 ખુલ્લા ગાળા મળશે
SHARE









ધારાસભ્યની રજુઆત ફળી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ બની રહેલા ફ્લાયઓવર બ્રિજના કામમાં 60 કરોડનો વધારો કરાયો, હવે 16 ખુલ્લા ગાળા મળશે
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ફ્લાયઓવર બ્રિજનું કામ છેલ્લા ઘણા સમયથી ડિઝાઇન ચેન્જ કરવા માટે બંધ હતું તેવામાં મોરબીના લોકો માટે અને ખાસ કરીને મહેન્દ્રનગર ગામના લોકો માટે ખુશીના સમાચાર સરકાર તરફથી આવ્યા છે અને કેમ કે, 4 ની બદલે 16 ખુલ્લા ગાળા નીચે રાખવાના તેવી રીતે ફલાયઓવર બ્રીજનું કામ મંજૂર કરવામાં આવ્યું છે અને હવે કુલ મળીને 80 કરોડ રૂપિયાના ખર્ચે આ ફલાયઓવર બ્રીજ બનાવવામાં આવશે.
મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અગાઉ ફલાયઓવર બ્રિજ મંજૂર કરવામાં આવેલ હતો જો કે, જે તે સમયે માત્ર 4 ખુલ્લા ગાળા અને માટીકામ કરીને એપ્રોચ રોડ વાળો આ ફલાયઓવર બ્રીજ મંજુર થયો હતો. પરંતુ મહેન્દ્રનગર ચોકડી સંભવિત શોપીંગ કોમ્પ્લેક્સ અને રેસિડેન્સીઅલ એપાર્ટમેન્ટની પાર્કિંગ સમસ્યાને ધ્યાને રાખીને સ્થાનિક લોકોએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત કરી હતી જેના આધારે મોરબીના ધારાસભ્ય દ્વારા સરકારમાં રજુઆત કરી હતી જેથી સરકારે અગાઉ ટેન્ડર કરીને જે એજન્સીને કામ આપ્યું હતું તે ટેન્ડર જ રદ કરી નાખ્યું છે અને હાલમાં મહેન્દ્રનગર ચોકડી પાસે જે સ્થળ ઉપર ફલાયઓવર બ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી હતી ત્યાં પૂનઃ સર્વે કરવાની કામગીરી કરવામાં આવશે.
ત્યાર બાદ મોરબીના લોકોને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે અને ભવિષ્યમાં વર્ષો સુધી લોકો ફલાયઓવર બ્રિજનો સારી રીતે ઉપયોગ કરી શકે તેના માટે ધારાસભ્ય પોતાની વાત પર મક્કમ રહ્યા હતા અને તેના જ ફળ સ્વરૂપે તા. 17 જુલાઈ 2025 ના રોજ જૂની કામગીરીનું ટેન્ડર રદ કરી, જુના ઇજારદારને મુક્ત કરીને બાકી રહેતી કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા 80 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. જેથી કરીને મહેન્દ્રનગર ગામના લોકો તેમજ મહેન્દ્રનગર ચોકડી પાસેથી નિયમિત રીતે વાહનો લાઈને પસાર થતાં મોરબીના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબી અને માળીયા તાલુકામાં છેલ્લા વર્ષોમાં કરેલ તેઓની લોકો ઉપયોગી કામગીરીની યશકલગીમાં એક વધુ પીછું ઉમેરાયું છે.
વધુમાં માર્ગમકાન વિભાગના ઇજનેર પાસેથી મળતી માહિતી મુજબ મહેન્દ્રનગર ચોકડીએ પહેલા જે ફલાયઓવર બ્રિજનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું તેનું બજેટ અંદાજે 21 કરોડ જેટલું હતું જો કે, ફલાયઓવર બ્રિજની નીચેના ભાગમાં વાહન પાર્કિંગ માટેની જગ્યા રાખવામા આવે તેના માટે સ્થાનિક લોકોને મોરબીના ધારાસભ્યને રજૂઆત કરી હતી જેના આધારે સરકારમાં ધારાસભ્યએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને સરકારે આ કામ માટે 80 કરોડની મંજૂર આપેલ છે જેથી ફલાયઓવર બ્રિજના કામમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે સરકારે વધુ 60 કરોડ જેટલી રકમ મંજૂર કરેલ છે.

