મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બીયરનો જથ્થો ભરેલ કાર સાથે એકની ધરપકડ: 3.03 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લામાં દારૂની જુદીજુદી 7 રેડમાં 2430 લિટર આથો-227 લિટર દેશી દારૂ ઝડપાયો વાંકાનેરના જાલીડા ગામ નજીક ગોચરની જગ્યામાંથી 1152 બોટલ દારૂ રેઢો મળ્યો !: આરોપીની શોધખોળ મોરબી જલારામ ધામ ખાતે કાલથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ  મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રેઈનબસેરાની બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અપાયા મોરબીના બગથળા ગામે જન જાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ મોરબી શહેર-તાલુકામાં એસપીની આગેવાનીમાં કોમ્બીંગ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ધડોધડ ગુના નોંધાયા ​​​​​​​વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મો
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે પડી જવાથી માથામાં ઇજા થતાં એક વર્ષની બાળકીનું મોત


SHARE

















હળવદના રાણેકપર ગામે પડી જવાથી માથામાં ઇજા થતાં એક વર્ષની બાળકીનું મોત

હળવદના રાણેકપર ગામે કોઈ કારણોસર પડી જવાના કારણે એક વર્ષની બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યાર બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના રાણેકપર ગામે રહેતા બાબુભાઈ ધાણકની એક વર્ષની દીકરી નમુ ધાણક કોઈ કારણોસર પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે ત્યાં હળવદ લઈ ગયા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે બાળકીને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જો કે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે.

મારામારીના બનાવમાં કાર્યવાહી
મોરબીના બોરીચવાસ વિસ્તાર પાસેથી બે યુવકો ટુ વ્હીલર લઈને નીકળ્યા હતા અને હોર્ન વગાડતા હોય તે બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો અને તે બાબતનો રોષ રાખીને પરિવાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.તે અંગે ફરિયાદ નોંધાવાઈ હતી.જેની તપાસ દરમિયાન એ ડિવિઝન પોલીસ દ્વારા શાહરૂખ હુસેન બ્લોચ(૨૩), મેહનાઝ હારૂન બ્લોચ (૨૨), ઓસમાણભાઈ દરજાદા (૩૯), રફીક હુસેનભાઇ (૨૫) અને અફઝલ શબીરભાઇ (૩૫) રહે.બધા સબજેલ પાછળ મકરાણી વાસ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મજૂર યુવાન સારવારમાં
મોરબીના ઊંચી માંડલ ગામ પાસે ગોડાઉનમાં કામકાજ કરતા સમયે પગલપસી જતા ઊંચાઈએથી નીચે પડી ગયેલ ઓમપ્રકાશ કરણસિંહ (ઉમર ૨૫) હાલ રહે.વીસીપરા મોરબી ને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી સામાકાંઠે સાયન્સ કોલેજ નજીક આવેલ વિદ્યાનગર સોસાયટી ખાતે રહેતા હરદીપસિંહ ભગીરથસિંહ ઝાલા નામનો ૧૨ વર્ષનો બાળક ઘર નજીક સાયકલ લઇને જતો હતો ત્યારે પડી જતા ઈજા થતા અત્રેની સાગર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને મોરબીના હળવદ રોડ ઘુંટુ ગામ શ્રીનાથ કાંટા પાસેથી ગત તા.૯-૭ ના રાત્રીના ઇજાગ્રસ્ત હાલતમાં આશરે ૬૦ વર્ષના અજાણ્યા વૃદ્ધાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને અહીંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવેલ છે.






Latest News