મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બીયરનો જથ્થો ભરેલ કાર સાથે એકની ધરપકડ: 3.03 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લામાં દારૂની જુદીજુદી 7 રેડમાં 2430 લિટર આથો-227 લિટર દેશી દારૂ ઝડપાયો વાંકાનેરના જાલીડા ગામ નજીક ગોચરની જગ્યામાંથી 1152 બોટલ દારૂ રેઢો મળ્યો !: આરોપીની શોધખોળ મોરબી જલારામ ધામ ખાતે કાલથી લોહાણા જ્ઞાતિના યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક વેવિશાળ કેન્દ્ર શરૂ  મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રેઈનબસેરાની બાલવાટિકામાં ભુલકાઓને સ્ટડી ટેબલ અપાયા મોરબીના બગથળા ગામે જન જાગૃતિ અભિયાન-વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરાઇ મોરબી શહેર-તાલુકામાં એસપીની આગેવાનીમાં કોમ્બીંગ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ધડોધડ ગુના નોંધાયા ​​​​​​​વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મો
Breaking news
Morbi Today

મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, પોલીસ તપાસ શરૂ


SHARE

















મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ, પોલીસ તપાસ શરૂ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના પરિવારની સગીરવયની દીકરીને લગ્નની લાલચ આપી ભોળવીને અપહરણ કરી જવામાં આવેલ હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા અપહરણ સહીતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને ભોગ બનેલ સગીરાની શોધખોળ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની ૧૫ વર્ષની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને અપહરણ કરી જવામાં આવેલ છે.હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે સુખદેવ ઘનશ્યામભાઈ ખાંભળીયા રહે.સુંદરગઢ તા.હળવદ જી.મોરબી સામે અપહરણ સબબ ફરિયાદ નોંધાવેલ છે.જેથી પોલીસે સુખદેવ ખાંભળીયા સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને અપહરણ થયેલ સગીરાને શોધવા તથા આરોપીને પકડવા તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.કે.ચારેલ તથા ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

દવા પી જતા સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામે રહેતા રમીલાબેન જયેશભાઈ રતાભાઇ પરમાર નામની ૨૫ વર્ષીય પરણિતા કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે દવાની ટિકડીઓ ખાઈ ગઈ હોય તેણીને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.તેણીનો લગ્નગાળો દોઢ વર્ષનો હોય હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એમ.બગડા આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે.જ્યારે મોરબીના માળિયા હાઇવે રવાપર નદી ગામે શક્તિનગર વિસ્તારમાં રહેતી મુન્નીબેન સુરેશભાઈ ગોરધનભાઈ બાહોપીયા નામની ૩૮ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે દવા પી ગયેલ હોય તેણીને પણ સારવાર માટે અત્રે મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.તેમ પોલીસે જણાવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના જાંબુડીયા ગામે રહેતા કલ્પેશ પ્રેમજીભાઈ સોલંકી નામના ૩૦ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે નજરબાગ વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજા થતાં અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસે જણાવેલ છે અને બનાવની આગળની તપાસ શરૂ કરેલ છે. જ્યારે મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ રાજા મેલડી ટ્રાન્સપોર્ટ નજીક બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં માંગીલાલ ફતાલાલ ભાટી રહે.રતલામ એમપી હાલ મોરબી ને ઇજા થતા અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના આંદરણા ગામે આવેલ ભૈરવનાથ હોટલ પાસે પંચરની દુકાનમાં કામ દરમિયાન ટાયર ફાટતાં મહમદ મકબુલ (૩૦) રહે.હાલ આંદરણાને ઇજા થતા અત્રે સિવિલે સારવાર માટે લવાયો હતો.

અણીયારી અકસ્માત
મોરબીની અણીયારી ચોકડી પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ટ્રક પાછળ ટ્રક અથડાતા ટ્રક નંબર જીજે ૧૨ બીવાય ૬૩૬૫ માં જઈ રહેલા રઘુવીરનાથ મોહનનાથ (૩૦) રહે.જોધપુર રાજસ્થાન ને ઇજાઓ થવાથી જેતપર પીએચસી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના એન.જે.ખડિયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી રહી છે.






Latest News