મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઉમિયાનગર ગ્રામ પંચાયત  સાતમી વખત સમરસ


SHARE









મોરબી જિલ્લામાં ઉમિયાનગર ગ્રામ પંચાયત  સાતમી વખત સમરસ

મોરબી જિલ્લામાં આવેલ ઉમિયાનગર ગ્રામ પંચાયતને છેલ્લી ૬ ટર્મથી ગામના આગેવાનો અને વડીલો દ્વારા સમરસ કરવામાં આવી રહી છે જેથી કરીને આ ગામની અંદર સમતોલ વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ વખતે પણ ગામની અંદર ચૂંટણી ન યોજાય તે માટે ગામના યુવાનો, આગેવાનો અને વડીલો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને વધુ એક વખત એટલે કે સાતમી વખત ઉમિયાનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે

કોઈપણ ગામની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ એટલે યેનકેન પ્રકારે મતભેદ થાય, મનભેદ થાય અને જુદા જુદા મતભેદના કારણે વિવાદ થાય અને પછી લોહિયાળ ચૂંટણી બને છે આવા કિસ્સાઓ ઘણી જગ્યાએ જોવા મળે છે પરંતુ વર્ષોથી ઘણા ગામોની અંદર ચૂંટણી ન યોજાઇ તે માટે સમરસ કરતા હોય છે ત્યાર બાદ ગામના સરપંચ સહિતના હોદ્દેદારો નક્કી કરીને ગામનો વિકાસ થાય તે પ્રકારની વ્યવસ્થા ગામના જ લોકો દ્વારા ઉભી કરવામાં આવતી હોય છે અને આ માટે થઇને સરકાર દ્વારા સમરસ ગ્રામ પંચાયત થાય તેને પ્રોત્સાહન મળે તે હેતુથી ખાસ વિશેષ ગ્રાન્ટ પણ આપવામાં આવે છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની ઉમિયાનગર ગ્રામ પંચાયતની તો ૬ ટર્મથી આ પંચાયત સમરસ જાહેર કરવામાં આવતી હોય છે અને આ વખતે પણ આ ગામની અંદર ચૂંટણી ન યોજાય તે માટે થઈને ગામના આગેવાનો, વડીલો અને યુવાનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ પૂરો થયો ત્યારે ગામને સમરસ કરવામાં આગેવાનો સહિતનાને સફળતા મળી છે અને સરપંચ પદ માટે ભાવેશભાઈ ગોરધનભાઈ છત્રોલાની પસંદ કરવામાં આવે છે અને તે ઉપરાંત નિલેશભાઈ ભાડજા, રાજેશભાઈ ભાડજા, મહેશભાઈ છત્રોલા, વિલાસબેન કાસુન્દ્રા, ભાવિશાબેન કોરિંગા, જીજ્ઞાશાબેન ઘેટિયા અને અનસોયાબેન ભાડજાનો નવી બોડીમાં સમાવેશ કરવામાં આવે છે આ સમગ્ર બોર્ડ દ્વારા આગામી દિવસોમાં ગામના વિકાસ કામોને આગળ ધપાવવામાં આવશે તેઓ સરપંચે કોલ આપેલ છે




Latest News