મોરબીનું વનાળીયા (શારદાનગર) ગામ આઝાદીથી આજ સુધીમાં પ્રથમ વખત બન્યું સમરસ
હળવદના મામલતદારે સુખપરના શખ્સની સામે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
SHARE
હળવદના મામલતદારે સુખપરના શખ્સની સામે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
હળવદ તાલુકાના સુખપર ગામે સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં હળવદના મામલતદાર દ્વારા સુખપર શક્તિનગર ગામે રહેતા એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોની અંદર સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યૂ છે ત્યારે ધીમે ધીમે અલગ અલગ વિસ્તારોમાં દબાણ કરનારા તત્વોની સામે સરકારી અધિકારીઓ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરી હળવદની તો હળવદના મામલતદાર નાનજીભાઈ સદામજીભાઈ ભાટી (ઉંમર ૫૬) દ્વારા હાલમાં હળવદ તાલુકાના સુખપર શક્તિનગર ગામે રહેતા જસુભાઈ કાનાભાઈ કોળીની સામે તેમજ અન્ય તપાસ માટે ખુલે તે તમામ લોકોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી છે હાલમાં હળવદ મામલતદાર દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીએ સુખપર ગામની સરકારી ખરાબાની સર્વે નંબર ૩૫૨ પૈકીની સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજો કરીને જમીન ઉપર આજદિવસ સુધી ચાલુ રાખેલ છે અને જમીન પચાવી પાડેલ છે જેથી કરીને તેની સામે હળવદ તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને કવાયત શરૂ કરવામાં આવી છે