હળવદના મામલતદારે સુખપરના શખ્સની સામે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
મોરબીના લીલાપર રોડે ગૌશાળામાં રહેતા વૃદ્ધનું બીમારી સબબ મોત
SHARE
મોરબીના લીલાપર રોડે ગૌશાળામાં રહેતા વૃદ્ધનું બીમારી સબબ મોત
મોરબીના લીલાપર રોડ પર આવેલી ગૌશાળામાં રહેતા વૃદ્ધને બિમારી સબબ મોરબીથી રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને થતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળા ખાતે રહેતા મહેશભાઈ ઇન્દુભાઇ વસાણી (૫૭)ને બિમારી સબબ સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની જાણ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી