મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીનું વનાળીયા (શારદાનગર) ગામ આઝાદીથી આજ સુધીમાં પ્રથમ વખત બન્યું સમરસ


SHARE









મોરબીનું વનાળીયા (શારદાનગર) ગામ આઝાદીથી આજ સુધીમાં પ્રથમ વખત બન્યું સમરસ

મોરબી તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ન યોજાઈ અને ગામ સમરસ થાય તે માટે થઈને આગેવાનો દ્વારા પ્રયત્નો કરતા હોય છે ત્યારે જો વાત કરીએ મોરબીના વનાળીયા (શારદાનગર) ગામની તો આઝાદીથી અત્યાર સુધીમાં દર વખતે પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી યોજાઇ હતી પરંતુ આ વર્ષે અન્ય લોકોને પણ ઉદાહરણ પૂરું પાડે તેવું કામ કરીને વનાળિયા ગામના આગેવાનો દ્વારા ગ્રામ પંચાયતને સમરસ કરવામાં આવી છે

મોરબી જિલ્લાના કુલ મળીને ૩૦૩ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે જો વાત કરીએ મોરબી તાલુકામાં આવતા વનાળીયા (શારદાનગર) ગામની તો આ ચુંટણીમાં ગામની અંદર સરપંચની બેઠક સામાન્ય બેઠક હતી તેમ છતાં પણ ગામના આગેવાનો અને વડીલો દ્વારા ગામમાં ચૂંટણી ન યોજાઈ અને ગ્રામ પંચાયત સમરસ થાય તેમજ ગામની અંદર વિકાસકામો સારી રીતે કરી શકાય તે માટે થઈને ગામને સમરસ કરવા માટેની કવાયત શરૂ કરી હતી અને આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે આ ગામ પ્રથમ વખત સમરસ કરવામાં આવ્યું છે અને આ વખતે વનાળીયા સરદાનગર ગામના સરપંચ તરીકે લુઢર અબ્દુલભાઈ અલીભાઈને જવાબદારી સોંપવામાં આવી છે ત્યાર બાદ અજાણા શોભાબેન, સુમરા નસિમબેન, વિલપરા નારણભાઈ, ગામી ચતુરભાઈ, દેકાવાડીયા સુરેશભાઈ, લુઢર જીવણબેન, નકુમ રંજનબેન અને વાઘેલા રમેશભાઈને નવી બોડીની અંદર સમાવેલ છે

 

કોટડા નાયણી

વાંકાનેરના કોટડાનાયાણી ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણી ન યોજાઇ તે માટે ગામના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અને તેના ફળ સ્વરૂપે કોટડાનાયાણી ગામને સમરસ કરવા આગેવાનોને સફળતા મળેલ છે અને સરપંચ તરીકે ચકુભાઈ જેરામભાઈ ગોરીયા, ભગીરથસિંહજી ઘનશ્યામસિંહજી જાડેજા, બળદેવસિંહજી નોઘુભા, ધર્મેન્દ્રસિહજી લધુભા, રાજેન્દ્રસિંહજી ચનુભા, ગણેશભાઈ વશરામભાઇ પટેલ, કાળુભાઇ મેતર અને યાસીનબેન હબીબભાઈ સંધી ફોર્મ ભરવા ગયેલ હતા.




Latest News