મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા માટે પારિતોષિક કાર્યક્રમ યોજાશે
SHARE







મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા માટે પારિતોષિક કાર્યક્રમ યોજાશે
સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માનવા માટે પારિતોષિક કાર્યક્રમ તા.૩ અને રવિવારના રોજ સાંજે ચાર કલાકે પરશુરામ ધામ મોરબી ખાતે યોજાશે.
સમસ્ત બ્રહ્મ સમાજ મોરબીના પ્રમુખ આર.કે. ભટ્ટ તથા મહામંત્રી નીરજભાઈ ભટ્ટ જયેશભાઈ દવે તથા પ્રોજેક્ટ ચેરમેન ડો.રવિન્દ્ર ભટ્ટ દ્વારા મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનવા માટે પારિતોષિક કાર્યક્રમ યોજવામાં આવશે આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા, પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યા, પૂર્વ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા, ડો.બીકે લહેરૂ, એડવોકેટ જગદીશ ઓઝા, પરશુરામ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ એન. એન. ભટ્ટ, સંસ્થાના પુર્વ પ્રશાંતભાઈ મહેતા તથા અન્ય બ્રહ્મ આગેવાનો હાજર રહેશે તેમ યાદીમાં જણાવાયેલ છે.
