મોરબીના લાલપર ગામે પીએચસી દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરાઇ
મોરબીના માણેકવાડા ગામે સગીરા સાથે દુષ્કર્મ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
SHARE







મોરબીના માણેકવાડા ગામે સગીરા સાથે દુષ્કર્મ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહીને ખેત મજૂરીનું કામ કરતા મૂળ મધ્યપ્રદેશના પરિવારની દીકરીને લલસાવી ફોસલાવીને તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું.જે અંગે પોકસો, દુષ્કર્મ, અપરણ સહિતની કલમો હેઠળ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશ વતની અને હાલ મોરબી તાલુકાના માણેકવાડા ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરી જવામાં આવ્યુ હતુ અને તેણીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જે સંદર્ભે હાલમાં ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજપાલ રહે.એમપી હાલ માણેકવાડા તા.મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી તાલુકા પીઆઈ એસ.કે.ચારેલ દ્વારા અપહરણ, પોકસો તથા દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીને પકડવા આગળની તજવીજ શરૂ કરાયેલ છે.
વૃદ્ધ રાજકોટ ખસેડાયા
મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં રહેતા અમરસીભાઈ સીધાભાઈ મકવાણા નામના ૭૫ વર્ષના વૃદ્ધ ગત તા.૧૮ ના મોટર સાયકલ લઈને ભડીયાદ રોડ ઉપર આવેલ નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી જતા હતા ત્યાં અજાણ્યા વાહન સાથે અથડાતા માથા અને શરીરે ઇજા થયેલ હાલતમાં પ્રથમ અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.રાજકોટ ખાતેથી યાદી આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.જ્યારે મોરબીના શનાળા રોડ સરદારબાગના ખૂણા પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં દિવ્ય હિતેશભાઈ સંઘવી (૨૨) રહે.સાવસર પ્લોટ શેરી નંબર-૧૨ અયોધ્યાપુરી મેઇન રોડને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
મારામારીમા ઈજા થતા સારવારમાં
મોરબી મોચી શેરી વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા આરીફભાઈ ગનીભાઈ પીંજારા (૫૦) ને સારવાર માટે સિવિલ લઈ જવાયા હતા. જ્યારે મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન મંદિર જતા રસ્તે બાઈક સાથે અન્ય વાહન અથડાતા બાબુલાલ રામપ્રસાદ (૩૬) રહે.મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબી ઘુંટુ શિવ શક્તિ સિરામિક પાસેને ઇજાઓ થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ મોરબીના ઘુંટુ રોડ ઉપર બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં જાગૃતીબેન કિરીટભાઈ રજોડીયા (૪૭) રહે.વાંકડા તા.મોરબીને ઈજા થઈ હોય ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.જ્યારે મોરબીના ખરેડા ગામના આનંદ શામજીભાઈ (૩૦) નામના યુવાનને જીકીયારી ગામે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો.
