ટંકારાના હિરાપર ગમે આવેલ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ
SHARE








ટંકારાના હિરાપર ગમે આવેલ પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ
ટંકારાની હિરાપર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિનીયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય.'બાળસંસદ' ની રચના લોકશાહી પધ્ધતિથી કરવામાં આવી હતી.જેમાં શાળાના બધા જ વિધાર્થીઓ અને શિક્ષકો ચૂંટણીની પ્રક્રિયા દ્વારા મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રી, પાણીમંત્રી, સફાઈમંત્રી તથા રમતગમતમંત્રી વગેરેની પસંદગી કરવામાં આવી હતી.શાળાનાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક જગદીશભાઈ ડાંગરે ચૂંટણી અધિકારીની ભૂમિકા ભજવી હતી.આ ચૂંટણીને સફળ બનાવવા માટે શાળાનાં આચાર્ય બેચરભાઈ ગોધાણી તેમજ કિંજલબેન, ભાવિનાબેન,ધીરજભાઈ,સહિતના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
