મોરબીમાં 12 બોટલ દારૂ ભરેલ કાર રેઢી મૂકીને વાહન ચાલક ફરાર, 5.03 લાખનો મુદામાલ કબ્જે: હળવદના સુરવદર ગામે વાદીમાંથી દેશી-વિદેશી દારૂનો જથ્થો પકડાયો
SHARE
મોરબીમાં 12 બોટલ દારૂ ભરેલ કાર રેઢી મૂકીને વાહન ચાલક ફરાર, 5.03 લાખનો મુદામાલ કબ્જે: હળવદના સુરવદર ગામે વાદીમાંથી દેશી-વિદેશી દારૂનો જથ્થો પકડાયો
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી રાત્રિના સમયે પસાર થતી કારનો ચાલક પોલીસને જોઈ જતા તે પોતાની કારમાં ચાવી છોડીને ત્યાંથી નાસી ગયો હતો જેથી પોલીસે કારને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની 12 બોટલ મળી આવી હતી જેથી 3,600 રૂપિયાની કિંમતનો દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 5,03,600 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને નાસી છૂટેલ આરોપીનું નામ સામે આવ્યું હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નામ જોગ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના લાતી પ્લોટ શેરી નં-3/4 ના ખૂણા પાસેથી રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં કાર નંબર જીજે 3 એલજી 5262 પસાર થઈ રહી હતી જે કારનો ચાલક પોલીસને જોઈ જતા પોતાની કારને ત્યાં છોડીને નીચે ઉતરીને નાસી ગયો હતો અને પોલીસે તેનો પીછો કરતા તેનું નામ સમીર કટિયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ કારને ચેક કરતા કાર ચાલક તેના વાહનની ચાવી કારમાં જ મૂકીને નાસી ગયો હતો અને કારમાંથી દારૂની 12 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3,600 રૂપિયાની કિંમતનો દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 5,03,600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સમીર જૂસબભાઈ કટિયા રહે. લાતી પ્લોટ શેરી નં-3/4 મોરબી વાળાની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
દેશી-વિદેશી દારૂનો જથ્થો પકડાયો
હળવદના સુરવદર ગામની સીમમાં ધર્મેન્દ્ર ધામેચાની વાડીએ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 120 બોટલો મળી આવી હતી જેથી 20,400 ની કિંમતનો વિદેશી દારૂ તેમજ 10 લિટર દેશી દારૂ અને દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 120 લિટર આથો સ્થળ ઉપરથી મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 25,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્ર કરસનભાઈ ધામેચા રહે. સુરવદર તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે