હળવદના રાણેકપર નજીક રીક્ષાના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનને પગની આંગળી કપાઈ ગઈ
SHARE








હળવદના રાણેકપર નજીક રીક્ષાના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનને પગની આંગળી કપાઈ ગઈ
હળવદના રાણેકપર ગામ નજીક સીએનજી રીક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ઉપર જઈ રહેલા યુવાનને જમણા પગનો અંગૂઠાની બાજુની આંગળી કપાઈ ગઈ હતી અને બે આંગળીમાં ફ્રેકચર થયું હતું તેમજ સાહેદને સામાન્ય ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલ વ્યક્તિઓને જે તે સમયે સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા રાજુભાઈ હેમુભાઈ બહાપિયા (22) એ સીએનજી રીક્ષા નંબર જીજે 1 ટીડી 3322 ના ચાલક રામાભાઇ રણછોડભાઈ ભરવાડ રહે. ગોલાસણ વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદના રાણેકપર ગામ પહેલા તેઓ પોતાનું બાઈક નંબર જીજે 36 એકે 2137 લઈને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ચાલકે પોતાની રીક્ષા બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ફરિયાદીને જમણા પગના અંગૂઠાની બાજુની આંગળી કપાઈ ગઈ હતી અને અન્ય બે આંગળીઓમાં ફ્રેકચર જેવી ઇજા થઈ હતી તેમજ સાહેદને ઈજાઓ થયેલ હોવાથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વરલી જુગારની રેડ
મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સાહિલભાઈ ઇકબાલભાઇ સૈયદ (22) રહે. લાયન્સનગર સ્કૂલની પાસે સનાળા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 450 રૂપિયાની રોકડ કબ્જે કરીને આરોપીની ધરપકડ કરી હતી
