હળવદના રાણેકપર નજીક રીક્ષાના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનને પગની આંગળી કપાઈ ગઈ
મોરબીના મકનસર નજીક સર્વિસ રોડે ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા
SHARE







મોરબીના મકનસર નજીક સર્વિસ રોડે ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા
મોરબીના મકાનસર ગામ પાસે આવેલ ચામુંડા હોટલ સામે સર્વિસ રોડ ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તે બાઇકને હડફેટે લેતા બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જ્યારે ઈજા પામેલા બીજા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જોધપર ગામે રહેતા જાહીદઅહેમદભાઈ મામદહુશેનભાઈ શેરસીયા (22)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 3 ડબલ્યુ 8434 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી તથા મોઇનભાઈ મહેબૂબભાઈ દેકાવડિયા (21) રહે. કોઠી તાલુકો વાંકાનેર વાળા મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકાનસર ગામ પાસે મોરબી તરફ આવવાના સર્વિસ રોડ ઉપરથી બાઈક નંબર જીજે 3 ડિક્યું 1645 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદીને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી જોકે મોઇનભાઈ મહેબૂબભાઈ દેકાવડિયાને શરીરે ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું અને ઈજા પામેલા ફરિયાદીએ સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સાથે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે
સાપ કરડી જતાં સારવારમાં
મોરબીના રાપર ગામે રહેતા જમુબેન આકાશભાઈ પરમાર (25) નામના મહિલાને ગામની સીમ વિસ્તારમાં હતા ત્યારે સાપ કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
સગીરા સારવારમાં
મોરબી તાલુકાના ઘુટુ ગામે રહેતા મનુભાઈ આદિવાસીની 11 વર્ષની દીકરી રોશનીને જનાવર કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
