મોરબીના મકનસર નજીક સર્વિસ રોડે ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા
મોરબીના યુવાને વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાની સાથે જ મોબાઈલ હેક કરીને 2.25 લાખની ઠગાઇ
SHARE







મોરબીના યુવાને વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાની સાથે જ મોબાઈલ હેક કરીને 2.25 લાખની ઠગાઇ
છેલ્લા ઘણા સમયથી લોકોના મોબાઇલ ફોન ઉપર એપીકે ફાઇલ મોકલાવીને મોબાઇલ હેક કરી લેવામાં આવે અને ત્યારબાદ જે તે વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયાની ઠગાઈ કરવામાં આવતી હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે તેવામાં વધુ એક વખત મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા યુવાનના મોબાઈલ ઉપર એપીકે ફાઈલ આવી હતી અને તે ફાઈલ ઓપન કરતાની સાથે જ યુવાનનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેના એચડીએફસી બેન્કના એકાઉન્ટમાંથી 2,25,597 રૂપિયા ટ્રાન્સફર કરીને ઠગાઈ કરી લેવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાને હાલમાં એક મોબાઈલ નંબર, જુદા જુદા પાંચ બેન્ક એકાઉન્ટ નંબર અને એક ટ્રાન્જેક્શન આઈડીના ધારકો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શિવપાર્ક સોસાયટીમાં આનંદવિહાર ખાતે રહેતા અને ખેતી કામ કરતા પરેશભાઈ માવજીભાઈ વીરપરિયા (42)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બેંકના પાંચ એકાઉન્ટ નંબર, એક મોબાઈલ નંબર અને એક ટ્રાન્જેક્શન આઈડીના ધારકો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેમના મોબાઈલ ફોનના વ્હોટ્સએપ ઉપર આરટીઓ ચલણ એપીકે ફાઈલ લખેલો મેસેજ આવ્યો હતો જે મેસેજને તેઓએ ઓપન કરતાંય સાથે જ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદીના મોબાઈલ ફોનને હેક કરી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના એચડીએફસી બેન્કમાં આવેલ એકાઉન્ટમાંથી ઇન્ડુસેન્ડ બેન્કના ખાતામાં 2,25,597 રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા આમ ભોગ બનેલા યુવાન સાથે ઠગાઈ કરવામાં આવી હોય તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના શાપર ગામે રહેતા શારદાબેન ધીરજલાલ હમીરપરા (58) નામના વૃદ્ધા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે એકટીવાના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
રિક્ષા પલટી જતાં ઇજા
જોડિયા તાલુકાના મેઘપર ગામે રહેતા નીતિનભાઈ છગનભાઈ ચૌહાણ (26) નામના યુવાનને મોરબી તાલુકાના બગથળા ગામ પાસે રીક્ષા પલટી જવાના કારણે ઇજા થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
