મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા-સીટી પોલીસે પકડેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું: ૧.૪૩ કરોડના દારૂનો નાશ કર્યો


SHARE













વાંકાનેર તાલુકા-સીટી પોલીસે પકડેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું: ૧.૪૩ કરોડના દારૂનો નાશ કર્યો

વાંકાનેર તાલુકા અને સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદાજુદા સમયે પકડાયેલ કુલ ૧,૪૩,૬૭,૫૦૨ ના વિદેશી દારૂના મુદ્દામાલનો અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.

રાજકોટના આઇજી અશોકકુમાર યાદવ દ્વારા રાજકોટ રેન્જમાં પ્રોહીબીશનના મુદ્દામાલનો નાશ કરવા સુચના આપવામાં આવી હતી જેથી એસપી રાહુલ ત્રિપાઠી અને નાયબ પોલીસ અધીક્ષક એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા અને સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં અલગ અલગ રેડ કરવામાં આવી હતી જેમાં વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો તેનો નાશ કરવાની મંજુરી કોર્ટ તરફથી લેવામાં આવી હતી જેથી વાંકાનેર-ચોટીલા ને.હા. રોડ પાસે ગારીડા તથા રંગપર ગામ વચ્ચે હોટલ તીરથ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે વાંકાનેર તાલુકાના ૧૮ ગુનાની ૩૨,૦૨૯ બોટલ જેની કિંમત ૧,૪૨,૮૮,૬૮૦ તથા વાંકાનેર સીટીના ૬ ગુનાની ૧૬૬ બોટલ જેની કિંમત ૭૮,૮૨૨ આમ કુલ મળીને ૨૪ ગુનામાં પકડાયેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ જેની કુલ કિંમત ૧,૪૩,૬૭,૫૦૨ થાય છે તેનો નાશ કરવામાં આવેલ છે. ત્યારે વી.ડી.સાકરીયા અને એસ.એચ.સારડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા




Latest News