મોરબીના 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ આરોપી સાગર સાવધારના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે
મોરબીના સાપર-ગાળા વચ્ચે બાઈક સ્લીપ થઈ રોડ નીચે ઉતરી જતા યુવાનનું મોત
SHARE








મોરબીના સાપર-ગાળા વચ્ચે બાઈક સ્લીપ થઈ રોડ નીચે ઉતરી જતા યુવાનનું મોત
મોરબીના સાપર અને ગાળા ગામની વચ્ચે કારખાના પાસેથી બાઈક લઈને જતા યુવાને સ્ટી્યરીંગ ઉપર કાબુ ગુમાવ્યા બાદ બાઇક સ્લીપ થઈને રોડ સાઇડમાં નીચે ઉતરી ગયું હતું.જે બનાવમાં યુવાનનું મોત થયુ હોવાનું જાણવા મળે છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો અકબરભાઈ હસનભાઈ મેર નામનો ૩૦ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો.ત્યારે સાપર અને ગાળા ગામની વચ્ચે આવેલા સોલોગ્રેસ સીરામીક નજીક તેણે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈને રોડની નીચે ખાડામાં ઉતરી ગયું હતું.આ બનાવમાં તેને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નિપજ્યું હતું.તેથી તેના ડેડબોડીને પીએમ માટે અત્રે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું અને બનાવની જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઈજા
મોરબીના વજેપર શેરી નંબર-૨૪ માં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં રઇશ મહેબુબભાઇ ચાનિયા (૩૭) તથા વિશાલ બાબુભાઈ થરેસા (૩૭) નામના બે યુવાનોને ઇજા થતા બંનેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ધ્રોલના હજામચોરા ખાતે રહેતા ભીખાભાઈ મોતીભાઈ ભીમાણી નામના ૭૭ વર્ષના વૃદ્ધ મોરાણા ગામ પાસેથી બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં નિચે પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
વૃદ્ધા સારવારમાં
મોરબીના રવાપર ગામે વેલકમ પ્રાઇડ ખાતે રહેતા હીરાબેન ધનજીભાઈ બાવરવા નામના ૭૨ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે ટાઉનશીપ પાસે બાઈકમાંથી પડી જતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેરના સમથેરવા ગામે રહેતા શામજીભાઈ ભગુભાઈ ફિચડીયા નામના ૩૫ વર્ષના યુવાનને ગામ પાસે થયેલ મારામારીમાં ઈજા થતાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરથી ચોટીલા જતા હાઇવે ઉપર પુલ પાસે બાઈકમાંથી નીચે પડી જતા ખીમભાઈ લખમણભાઇ કોળી (૬૯) રહે.રણછોડગઢ હળવદને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
પરણીતા સારવારમાં
સુરેન્દ્રનગરના થાન પાસે આવેલ ઉંડવી ગામના વતની શિલ્પાબેન દશરથભાઈ કેરાડીયા નામની ૩૦ વર્ષની મહિલા તેઓના ઘરે ઊંડવી ગામે ગળેફાંસો ખાઈ ગયા હોય તેમને અત્રે મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વધુ તપાસ માટે થાન પોલીસને જાણ કરી હતી.જ્યારે વાંકાનેરના લુણસર ગામે રહેતા અરૂણાબેન કિશોરભાઈ દુદકીયા નામના ૫૧ વર્ષીય મહિલા વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રોડ ક્રોસ કરતા હતા તે સમયે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
