મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ૧૬૭ કારમાંથી કાળા કાચા હટાવ્યા: ૫.૯૨ લાખનો દંડ
SHARE








મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ૧૬૭ કારમાંથી કાળા કાચા હટાવ્યા: ૫.૯૨ લાખનો દંડ
મોરબી જીલ્લામાં વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે "સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખવામાં આવી હતી. અને ચાર દિવસમાં HSRP/નંબર પ્લેટ વગર/ ફેન્સી/ તુટેલી નંબર પ્લેટ, ડાર્ક ફીલ્મ, શીટ બેલ્ટ, ચાલુ વાહને ફોનનો ઉપયોગ તથા ફૂંક એન્ડ ડ્રાઇવ (નશો કરી વાહન ચલાવતા) તથા વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા કેસની વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, રોગ સાઇડ/ વધુ ગતીથી ચલાવતા વાહન ચાલકો સામે ૫૫ ગુના, અડચણ રૂપ પાર્ક કરેલ ૫૬ વાહન ચાલકો ગુના, ફૂંક એન્ડ ડ્રાઇવ વાહન ચાલક વિરૂધ્ધ ૧૦, વાહન ચેકિંગમાં ૧૧૦ વાહન ડીટેઇન, બ્લેક ફીલ્મ લગાવેલ કાર ૧૬૭ ચાલકો પાસેથી દંડ લેવાયો, HSRP /નંબર પ્લેટ વગર/ ફેન્સી/ તુટેલી નંબર પ્લેટ વાળા વાહનના ૨૪૧ ચાલકો પાસેથી દંડ લીધો, ફોનનો ચાલુ વાહને ઉપયોગ કરતાં ૧૧૫ વાહન ચાલકો પાસેથી દંડ લીધો, વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા ૪૮ વાહન ચાલકો સામે ગુના નોંધાયા, આમ કુલ મળીને ૫,૯૨,૪૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
