મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત
આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન
SHARE
આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળોનું કરાયું આયોજન
મોરબીમાં જન્માષ્ટમીના તહેવાર અન્વયે લોકોના આનંદ ઉત્સવ માટે આગામી તા 13 થી 17 ઓગસ્ટ દરમિયાન નંદીઘર પંચાસર રોડ ખાતે વિવિધ રાઇડ્સ અને સ્ટોલ્સ સાથે ભવ્ય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.
મોરબીના મોજીલા લોકો ઉત્સવ પ્રિય છે. મોરબીમાં વિવિધ તહેવારોની અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં નાળા બાળકોથી લઇ વૃદ્ધ નાગરિકો સુધી તમામ આનંદ પ્રમોદ સાથે આપણી સંસ્કૃતિ સાથે પરંપરાગત લોકમેળાનો આનંદ મેળવી શકે તે માટે વિવિધ પ્રકારની રાઈડ્સ અને ખાધ સ્ટોલ સહિત વિવિધ વ્યવસ્થાઓ સાથે મેળો યોજાનાર છે.
આ મેળા અન્વયે મેળાનું ગ્રાઉન્ડ રાખવા ઈછુકોએ તા 5/8/25 ના રોજ સાંજના 6:00 વાગ્યા સુધીમાં 5,000 રોકડા ભર્યાથી ટેન્ડર ફોર્મ મળશે. ટેન્ડર ફોર્મ મેળવવા માટે રમત ગમત શાખા મોરબી મહાપાલિકાનો સંપર્ક કરવાનો રહેશે. આઈટેમ એક અને બે મુજબાના ટેન્ડર ફોર્મ સાથે ડિપોઝિટ ડીડી સામે રાખી લેખીત અરજી સીલબંધ કરી જન્માષ્ટમી લોકો મેળો-2025 ના મથાળા સાથે નં તા 5/8/25 ના રોજ સાંજના 6:00 વાગ્યા સુધીમાં રજીસ્ટર એડી અથવા રૂબરૂ પહોંચતા કરવાના રહેશે.
ત્યાર બાદ આવેલ ટેન્ડર્સ શક્ય હશે તો તો તા 6/8/25 ના રોજ સાંજે 3:30 કલાકે મહાનગરપાલિકા કચેરી ખાતે ખોલવામાં આવશે. અને માન્ય થનાર ટેન્ડરની તા. 7/8/25 ના રોજ સાંજે 4:30 કલાકે જાહેર હરાજી કરવામાં આવશે તેમજ જાહેર હરાજીથી મેળાનું મેદાન ફાળવવામાં આવશે. કોઈપણ ભાવની માંગણી મંજૂર કે ના મંજૂર કરવા અંગેનો હક અને છેલ્લો નિર્ણય મોરબી મહાપાલિકાનો રહેશે. તેવી માહિતી નાયબ કમિશનર પાસેથી જાણવા મળેલ છે.
ઉલેખનીય છેકે, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા મહાપાલિકા લોકમેળાનું આયોજન કરે તેવી માંગણી કરવામાં આવી હતી અને મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ચાલુ વર્ષે લોકમેળાનું આયોજન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને ખાનગી મેળામાં કરવામાં આવતી ઉઘાડી લૂંટમાંથી મોરબીના લોકોને મુક્તિ મળશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.