મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના જૂના ઘૂટું રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત


SHARE









મોરબીના જૂના ઘૂટું રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત

મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની યુવતીએ કોઈ કારણોસર લેબર કવાર્ટરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવતીનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલ સોનેટ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ અરવલ્લી જિલ્લાના રહેવાસી રૂપલબેન ગલાભાઈ ડામોર (25) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતે લેબર કવાર્ટરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવતીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ યુવતીએ કયા કારણથી અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ હાલમાં હાથ ધરવામાં આવી છે

અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિને ઈજા

મોરબીના ધરમપુર ગામે રહેતા રાજેશભાઈ ખીમજીભાઈ ઉપસરિયા (31) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે ગામ પાસે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે આવી જ રીતે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ શિયાળની વાડી ખાતે રહેતા નારણભાઈ શામજીભાઈ નકુમ (43) નામનો યુવાન કેનાલ પાસેથી ઘુનડા રોડ ઉપર બાઈક લઈને પસાર થતો હતો અને બાઈક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News