મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત


SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ આણંદમાં આવેલ અમૂલ ડેરીની અભ્યાસના ભાગરૂપે લીધી મુલાકાત

મોરબીની પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટના વિદ્યાર્થી વિકાસના અવિરત પ્રયત્નના ભાગરુપે તાજેતરમાં કોલેજના BBA ના વિદ્યાર્થીઓએ વિશ્વવિખ્યાત અને આણંદ ખાતે આવેલી અમુલ લિમિટેડ કંપનીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંતર્ગત અમૂલ ડેરી-આણંદ અને અમુલ ચોકલેટ યુનિટ-મોગરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું આ મુલાકાત દરમિયાન અમૂલ કંપનીના અધિકારીઓ વિદ્યાર્થીઓની સાથે રહ્યા હતા અને અમુલ કંપનીની 400 થી વધુ અલગ અલગ પ્રોડક્ટના ઉત્પાદન અને વેચાણ અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટના ગુણ વિકસે અને તેઓ એક કાર્યક્ષમ સંચાલક તરીકે ભવિષ્યમાં ઊભરી આવે તે માટે અર્થપૂર્ણ માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન કોલેજના પ્રાધ્યાપક હિરેન મહેતા, મનહર સુદ્ર, દીપ મણિયાર, પરિધી પિલોજપરા વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા.




Latest News