મોરબીના જૂના ઘૂટું રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત
હળવદ-મોરબીમાં દારૂની બે રેડ: દારૂની નાની-મોટી 10 બોટલ સાથે બે પકડાયા
SHARE
હળવદ-મોરબીમાં દારૂની બે રેડ: દારૂની નાની-મોટી 10 બોટલ સાથે બે પકડાયા
હળવદ અને મોરબીમાં જુદીજુદી બે જગ્યાએ દારૂની રેડ કરી હતી ત્યારે વિદેશી દારૂની નાની અને મોટી કુલ મળીને 10 બોટલ પોલીસે કબ્જે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ પરીક્ષિત કારખાના પાસેથી બાઈક નંબર જીજે 36 કે 0867 લઈને પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની મોટી 8 બોટલ મળી આવતા 9600 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 40,000 ની કિંમતનું વાહન આમ કુલ મળીને 49,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી શ્રવણ જયંતીભાઇ જીંજુવાડીયા (27) રહે. કેદારીયા તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. આવી જ રીતે મોરબીના શોભેશ્વર મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની બે બોટલ મળી આવી હતી જેથી 186 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરવામાં આવી હતી અને આરોપી સંજયભાઈ હેમંતભાઈ ખીમાણી (28) રહે. શોભેશ્વર રોડ શાંતિવન સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
અજાણ્યા શખ્સોએ માર માર્યો
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સદગુરુ એન્જિનિયરિંગ ખાતે રહેતા જયવીરસિંહ રાજાજનકસિંહ (35) નામના યુવાનને મોરબીના સિવિલ હોસ્પિટલ રોડ ઉપર આવેલ પંજાબ નેશનલ બેંક પાસે અજાણ્યા ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.