મોરબીમાં સતવારા જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું કરાશે સન્માન
SHARE









મોરબીમાં સતવારા જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું કરાશે સન્માન
મોરબી વિસ્તારમાં રહેતા અને સતવારા નવગામ જ્ઞાતિ તરીકે ઓળખાતા શ્રી સતવારા નવગામ જ્ઞાતિ મોરબી સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમીતિ દ્રારા વિદ્યાર્થીઓનું ધો. ૯ થી કોલેજમાં તેમજ ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતાં હોય અને વર્ષ-૨૦૨૫માં પરિક્ષા પાસ કરેલ હોય તેવા ભાઈ-બહેનોને શૈક્ષણિક પુરસ્કાર અને ઈનામ આપીને સન્માનીત કરવામાં આવશે. જેથી તેઓએ આગામી તા 10/8 સુધીમાં ફોર્મ મેળવી અને ભરીને પરત આપવાના છે.
વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, ITI માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવાની હોય તો તેઓએ પણ ફોર્મ ભરીને જે તે વિસ્તારમાં આવતા કાર્યકરને સમયસર પહોંચાડવાના રહેશે. જે જગ્યાએ ફોર્મ મળશે અને ભરીને પાછા આપવાના છે તેમાં માધાપરમાં વિજયભાઈ એમ. ડાભી અને જયેન્દ્રભાઈ એસ. કંઝારિયા, વજેપરમાં ગોવિંદભાઈ એમ. હડીયલ અને તરૂણભાઈ આર. પરમાર, વાઘપરામાં પ્રકાશભાઈ એમ. સોનગ્રા અને કેતનભાઈ એસ. પરમાર, માધાપર વાડી વિસ્તારમાં હરિભાઈ એમ. કંઝારિયા અને યોગેશભાઈ એ. ડાભી, વજેપર વાડી વિસ્તારમાં દેવજીભાઈ જી. ચાવડા અને ધીરુભાઈ એસ.પરમાર, પ્લોટ વિસ્તારમાં મહાદેવભાઈ એમ. ડાભી, ગ્રામ્ય વિસ્તારમાં કિશોરભાઈ વી. કંઝારિયાનો સમાવેશ થાય છે અને ત્યાં ફોર્મ ભરીને તા.૧૦/૦૮/૨૦૨૫ સુધીમાં ઉપરોકત કોઈપણને પહોંચાડી આપવા એમ શ્રી સતવારા નવગામ જ્ઞાતિ-મોરબીના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાએ યાદીમાં જણાવેલ છે.
