મોરબીના રંગપર ગામે આવેલ માધ્યમિક શાળાની કબ્બડીની ટીમ તાલુકા લેવલે ઝળકી
મોરબીના ઉદાસીન આશ્રમે બ્રહ્મલિન કલ્યાણદાસજી બાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનુષ્ઠાન-ભંડારાનું આયોજન
SHARE









મોરબીના ઉદાસીન આશ્રમે બ્રહ્મલિન કલ્યાણદાસજી બાપુની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અનુષ્ઠાન-ભંડારાનું આયોજન
મોરબીમાં બ્રાહ્મલિન સંત કલ્યાણદાસજી મહારાજ ઉદાસીન ગુરુશ્રી સાંતદાસજી મહારાજ (શ્રી પંચાંયતી ઉદાસીન બડા અખાડા) ની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તા. 4 ઓગસ્ટના રોજ ઉદાસીન આશ્રમ પીપળી રોડ નેશનલ હાઈવે મોરબી ખાતે ધાર્મિક અનુષ્ઠાન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.
પીપળી નેશનલ હાઈવે ઉપર મહંત કલ્યાણદાસજી મહારાજનો આશ્રમ આવેલ છે છેલ્લા 28 વર્ષથી તેઓ શ્રી મોરબીમાં આશ્રમમાં બિરાજતા હતા. અને કલ્યાણદાસજી બાપુનો આશ્રમ કોઠારામાં પણ છે. મહંત કલ્યાણદાસજી મહારાજ પરમ યોગી હતા. યોગના તમામ આસનોમાં તેઓ નિપુણતા ધરાવતા હતા તેઓ દ્વારા ભારતની અંદરમાં 40 થી વધુ યોગના શિબીરો યોજવામાં આવેલ હતી અને સવારે ચારથી સાડા પાંચ સુધી યોગ શિબિરની અંદર હજારો લોકોની સંખ્યા ઉપસ્થિત રહેતી હતી. અને તેઓએ ચાર વખત ભારતનું પદ ભ્રમણ કરેલ હતું.
પૂજ્ય કલ્યાણદાસ બાપુ પાસે અનેક રાજકીય મહાનુભાવો સામાજિક આગેવાનો અને વરિષ્ઠ ઉદ્યોગપતિઓ દર્શનાર્થે આવતા હતા અને તેઓના શિષ્ય રત્ન પૂજ્ય શરદમુની બાપુ હાલ મોરબી આશ્રમમાં બિરાજે છે. અને કલ્યાણદાસ બાપુના સેવકો તરફથી અને શ્રી શરદમુની બાપુ તરફથી મોરબીની જાહેર જનતાને આગામી તા. 4 ઓગસ્ટે સવારે 9 વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમોમાં આવવા માટે અને ભંડારાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.
