મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શિવમહિમા વ્યાખ્યાનનું આયોજન


SHARE

















મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શિવમહિમા વ્યાખ્યાનનું આયોજન

મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશનના પ્રમુખ ડો. બી.કે. લહેરુની પ્રેરણાથી શ્રાવણ માસના પાવન અવસરે શિવત્વના અધ્યયન માટે ઓળખાતા ભાગવતાચાર્ય પૂ. કિશોરઅદા પાઠકના શિવમહિમા વિષયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.  આ કાર્યક્રમ સોમવાર ૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ સાંજના ૪ થી ૭ વાગ્યા દરમ્યાન મહાવીર સોસાયટી, નવા બસસ્ટેશન સામેના જાહેર પ્લોટમાં યોજાશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન ર્ડો. ભાવેશ જેતપરિયા કરશે.

ધર્મ, શિવત્વ અને આધ્યાત્મિક ઊંડાણના વિષયો ઉપર પોતાની આગવી સંગીતમયી શૈલીમાં વ્યાખ્યાન આપતા અને શિવત્વના અધ્યયન માટે પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ. કિશોરઅદા પાઠકના પ્રવચનથી શ્રાવણ માસની શોભા વધારવા માટે મોરબી સિનિયર સિટીઝન ફાઉન્ડેશન દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે સિનિયર સિટીઝન ફાઉન્ડેશન- મોરબીના પ્રમુખ ડો. બી.કે. લહેરુ, મહામંત્રી મહેશભાઈ બી.ભટ્ટ, ઉપપ્રમુખ નરભેરામભાઈ ચડાસણીયા, કાર્યક્રમના પ્રેરક નરેન્દ્રભાઈ મહેતાએ સત્સંગી ભાવિકો તેમજ શહેરના તમામ વડીલ નાગરિકો અને ધાર્મિક રસ ધરાવતા લોકોને વ્યાખ્યાનમાં આવવા માટે જાહેર આમંત્રણ આપ્યું છે.




Latest News