મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાહન ચોર ગેંગ સક્રિય !: હળવદમાં છેલ્લા 7 માહિનામાં 3 બાઈકની ચોરી


SHARE









વાહન ચોર ગેંગ સક્રિય !: હળવદમાં છેલ્લા 7 માહિનામાં 3 બાઈકની ચોરી

હળવદમાં વાહન ચોર ગેંગ સક્રિય થઈ હોય તે રીતે ગત જાન્યુઆરી થી જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન જુદા જુદા સમયે કુલ મળીને ત્રણ બાઈકની ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા વાહન માલિકોની ફરિયાદ લઈને પોલીસે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીના ત્રણ ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રહેતા હસમુખભાઈ ઓધવજીભાઈ કૂરિયા (37)એ હળવદના ધાંગધ્રા દરવાજા પાસે પોતાનું બાઈક નંબર જીજે 13 એમએમ 2489 પાર્ક કરીને મૂક્યું હતું જે જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે આવી જ રીતે હળવદના સરા રોડ ઉપર આવેલ રુદ્ર ટાઉનશીપ ગેટ નં-2 પાસે રહેતા મોહિતભાઈ પ્રફુલભાઈ સિંદૂરિયા (27) નામના યુવાને હળવદમાં આવેલ બ્રાહ્મણની ભોજન શાળા પાસે પોતાનું બાઈક નંબર જીજે 14 એન 2649 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે તો સુરેન્દ્રનગરમાં આવેલ જવાહર સોસાયટીમાં અવસર ફ્લેટ બ્લોક નંબર 304 માં રહેતા હાર્દિકભાઈ ભરતભાઈ શાહ (32)એ પોતાનું બાઈક નંબર જીજે 13 એફએફ 1319 હળવદમાં આવેલ ભવાની મેડિકલ પાછળ શાહ ભરતકુમાર કાંતિલાલ નામની દુકાન પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી  20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થયેલ છે આમ હળવદ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી કુલ ત્રણ વ્યક્તિઓના બાઈકની ચોરી થયેલ હોય પોલીસે અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીના ત્રણ ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News