વાહન ચોર ગેંગ સક્રિય !: હળવદમાં છેલ્લા 7 માહિનામાં 3 બાઈકની ચોરી
મોરબીના નવા સાદુળકા ગામે ગૌશાળામાં રહેતી પરણીતાએ કર્યો આપઘાત
SHARE
મોરબીના નવા સાદુળકા ગામે ગૌશાળામાં રહેતી પરણીતાએ કર્યો આપઘાત
મોરબી નજીકના નવા સાદુળકા ગામે ગૌશાળામાં રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નિમજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવા સાદુળકા ગામે આવેલ ગૌશાળામાં રહેતા અને કામ કરતા શિવાબેન સુરેશભાઈ રબારી (24) નામની પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ પી.એસ.આઇ. એચ.એસ. તિવારી ચલાવી રહ્યા છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો છ વર્ષનો હતો જો કે, તેણે કયા કારણોસર અંતિમ ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.
ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી !
ટંકારાના લજાઈ ગામે નવા પ્લોટ સ્મશાન પાસે રહેતા દિનેશભાઈ સારેસાના રહેણાંક મકાને દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 20 લીટર આથો તથા તૈયાર 20 લીટર દેશીદારૂ અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 4500 રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી દિનેશભાઈ મોતીભાઈ સારેસા (45) રહે. લજાઇ વાળાની ધરપકડ કરી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.