મોરબીના નવા સાદુળકા ગામે ગૌશાળામાં રહેતી પરણીતાએ કર્યો આપઘાત
માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનની બહેન સહિત ત્રણ વ્યક્તિ ઉપર યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોનો ધારિયા, પાઇપ અને ધોકા વડે હુમલો
SHARE








માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનની બહેન સહિત ત્રણ વ્યક્તિ ઉપર યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોનો ધારિયા, પાઇપ અને ધોકા વડે હુમલો
માળીયા (મી)માં સરકારી હોસ્પિટલ પાસે રહેતી મહિલાનો ભાઈ તે વિસ્તારમાં રહેતી યુવતીને બે અઢી વર્ષ પહેલા ભગાડી ગયો હતો અને તેની સાથે તેણે લગ્ન કર્યા છે તે બાબતનો ખાસ રાખીને તે યુવતીના કાકા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને મહિલાના ઘર પાસે આવીને તેના દરવાજામાં ધોકા અને પાઇપ માર્યા હતા જેથી ઘરની બહાર આવેલ મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો તેમજ મહિલાએ ધારિયું પકડી લેતા તેને ધક્કો મારીને નીચે પાડી દેવામાં આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણામાં આવેલ સરકારી હોસ્પિટલ પાસે રહેતા સાઇનાબેન ઉમરભાઈ મુસાણી (22)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લતીફભાઈ હૈદરભાઈ કાજડીયા, ઈબ્રાહીમભાઇ ઉર્ફે કાળો મુસ્તાકભાઈ કાજેડીયા અને સિકંદર મુસ્તાકભાઈ કાજડીયા રહે. બધા સરકારી હોસ્પિટલ પાસે માળિયા મીયાણા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ફરિયાદીનો ભાઈ ઉસ્માન આરોપી લતીફભાઈની ભત્રીજી સમીમબેનને બેથી અઢી વર્ષ પહેલા ભગાડી ગયો હતો અને તેની સાથે લગ્ન કરી લીધેલ છે જે બાબતનો ખાર રાખીને આરોપીઓ ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ગાળો બોલતા હતા અને તેઓના ઘરના દરવાજા ઉપર લાકડાના ધોકા અને પાઇપ મારતા હતા જેથી ફરિયાદી તથા સાહેડ વલીમહમદભાઈ અને રસુલભાઈ બહાર નીકળતા ઈબ્રાહીમભાઇએ ધોકા વડે વલીમહમદભાઈને મારમાર્યો હતો જ્યારે સિકંદરભાઈએ પાઇપ વડે રસુલભાઈને માર મારીને ઇજા કરી હતી જો કે, લતીફભાઈના હાથમાં ધારિયું લઈને આવ્યા હતા તેણે ફરિયાદી મહિલાએ પકડી લેતા તેને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી અને તે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોંઘીદાટ દારૂની એક બોટલ સાથે એક પકડાયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નેશનલ હાઈવે રોડ પાસે આવેલ વિશાલ ફર્નિચર નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3,000 ની કિંમતની દારૂની બોટલ સાથે જીતેન્દ્રભાઈ વાસુદેવભાઈ નિશાદ (21) રહે. શોભેશ્વર રોડ પિકનિક સેન્ટર પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
