મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં જમાઈ સાથે પ્રેમ સંબંધ રાખતી યુવતીના પરિવારને સાસુએ સમાધાન માટે બોલાવતા ધબધબાટી: એક વ્યક્તિને છરીના ત્રણ ઘા ઝીંકયા, બંને પક્ષેથી ફરિયાદ


SHARE









મોરબીમાં જમાઈ સાથે પ્રેમ સંબંધ રાખતી યુવતીના પરિવારને સાસુએ સમાધાન માટે બોલાવતા થયો ડખ્ખો: એક વ્યક્તિને છરીના ત્રણ ઘા ઝીકયા, બંને પક્ષેથી ફરિયાદ

મોરબીના વજેપર વિસ્તારમાં જમાઈ સાથે તે વિસ્તારમાં રહેતા વ્યક્તિની દીકરીને પ્રેમ સંબંધ હોય તે બાબતે સમાધાન કરવા માટે થઈને બોલાવ્યા હતા અને ત્યારે મારામારીનો બનાવ બન્યો હતો જેથી બંને પક્ષેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને બાદમાં  આ બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના વજેપર શેરી નં- 24 માં રહેતા મનિષાબેન સુરેશભાઈ થરેસા (45)એ હાલમાં હર્ષદ ઉર્ફે હકો વેલજીભાઈ ચૌહાણ, જીગુબેન હર્ષદભાઈ ચૌહાણ, ખોડો હર્ષદભાઈ ચૌહાણ અને વિશાલ બાબુભાઈ થરેશા રહે. બધા વજેપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના જમાઈ સાથે હર્ષદભાઈની દીકરી બિંદિયાને પ્રેમ સંબંધ હોય જે બાબતે સમાધાન કરવા માટે થઈને હર્ષદભાઈ તેના પત્ની અને તેના દીકરાને બોલાવ્યા હતા જે તેઓને સારું નહીં લાગતા તેઓએ ગાળો આપી હતી અને વિશાલ થરેસાએ ફરિયાદીના પતિને માથાના ભાગે ધારિયાનો ઘા માર્યો હતો જ્યારે હર્ષદભાઈ ચૌહાણએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને મુંઢ મારમારીને ઈજા કરી હતી અને હર્ષદભાઈ અને ખોડાભાઈએ ફરિયાદી તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ઇજા પામેલા દંપતિને સારવારમાં લઈ ગયા હતા અને બાદમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં વજેપર શેરી નંબર 24 માં રહેતા વિશાલભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ થરેશા (37)એ મનીષાબેન સુરેશભાઈ થરેસા જગદીશભાઈ સુરેશભાઈ થરેસા, મનિષાબેન નો જમાઈ હિતેશ ઉર્ફે ઠાકરો અને સુરેશભાઈ લક્ષ્મણભાઇ થરેસા રહે. બધા વજેપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, હર્ષદભાઈની દીકરી બિંદિયાને મનીષાબેનના જમાઈ હિતેશભાઈ સાથે પ્રેમ સંબંધ હોય તે બાબતનો ઝઘડો ચાલતો હતો અને તે બાબતનો ખાર રાખીને ફરિયાદી તથા સાહેદ હર્ષદભાઈ ફરિયાદીના કાકાના ઘરેથી પોતાના ઘરે જતા હતા દરમિયાન હર્ષદભાઈને જોઈ જતા મહિલા સહિતના ચારેય આરોપીઓએ હર્ષદભાઈને ગાળો આપી રહ્યા હતા જેથી સાહેદ તેઓને સમજાવવા જતા મનિષાબેનના જમાઈ હિતેશે હર્ષદભાઈને પગમાં પાઇપ વડે મારમાર્યો હતો જેથી તેઓ રસ્તા ઉપર નીચે પડી ગયા હતા અને ત્યારે ફરિયાદી હર્ષદભાઈ પાસે જતા તેના આ ઉપર આરોપી જગદીશભાઈએ છરી વડે હુમલો કર્યો હતો અને તેણે પીઠ પાછળના ભાગે છરીના બે ઘા અને બગલના ભાગે એક ઘા માર્યો હતો અને મનિષાબેને ફરિયાદીના માથાના વાળ પકડીને તેને પાઇપ વડે માર માર્યો હતો અને સુરેશભાઈએ ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી કરીને ઈજા પામેલ વ્યક્તિઓને સારવારમાં લઈને આવ્યા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેજ છે.




Latest News