માળીયા (મી)માં પીપળીયા ચાર રસ્તા પાસે હોટલની પાછળ બાયોડીઝલનું વેચાણ થતું હોવાનો પર્દાફાશ કરતી એલસીબી: આરોપીઓની શોધખોળ
SHARE
માળીયા (મી)માં પીપળીયા ચાર રસ્તા પાસે હોટલની પાછળ બાયોડીઝલનું વેચાણ થતું હોવાનો પર્દાફાશ કરતી એલસીબી: આરોપીઓની શોધખોળ
મોરબી જિલ્લામાં આવેલ પીપળીયા ચોકડીથી આગળના ભાગમાં આવેલ રાધે ક્રિષ્ના હોટલની પાછળના ભાગમાં ખુલ્લી જગ્યામાં ટેન્કરમાં ભરેલા બાયોડીઝલનું જોખમી રીતે વેચાણ કરવામાં આવતું હતું ત્યાં એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ટેન્કરમાં ભરેલ જવલંતશીલ પેટ્રોલિયમ બાયોડીઝલના ટેન્કર છોડીને નાસી ગયા હતા જેથી હાલમાં બે શખ્સોની સામે માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લામાં આવતા ગેસ ભરેલા ટેન્કરોમાંથી ગેસની ચોરી, ડીઝલ ભરીને આવતા વાહનોમાંથી ડીઝલની ચોરીમ પેટકોકની ચોરી તથા ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ વગેરે જેવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે દરમિયાન મોરબીની પીપળીયા ચોકડીથી માળીયા તરફ જવાનો રસ્તા ઉપર આવેલ રાધે ક્રિષ્ના હોટલની પાછળના ભાગમાં ખુલ્લી જગ્યામાં કોઈપણ જાતના લાયસન્સ કે પરવાના વગર ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભેળસેળયુક્ત જવલંતશીલ પેટ્રોલિયમનો જથ્થો બહારથી મંગાવીને પોતાના હવાલા વાળા ટેન્કરમાં ગેરકાયદેસર રીતે તે રાખીને વેચાણ કરવામાં આવતું હતું અને ત્યાં આવતા ટ્રક માલિકોને બાયોડીઝલના નામે જાહેર જગ્યામાં જવલંતશીલ પેટ્રોલિયમ રાખીને તેઓની જીવ જોખમમાં મુકાય તેવું કૃત્ય કરવામાં આવતું હતું અને ટ્રકના માલિકોને પેટ્રોલિયમ જથ્થો બાયોડીઝલ છે તેમ કહીને બાયોડીઝલના નામે વેચાણ કરીને ગુનાહિત વિશ્વાસઘાત કરવામાં આવતો હોય એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ટ્રક નંબર જીજે 18 એએક્સ 5206 અને જીજે 23 એટી 5074 વાળા પોતાના હવાલા વાળા ટેન્કરમાં ભરેલ જવલંતશીલ પેટ્રોલિયમનો જથ્થો અને વાહન છોડને નાસી ગયા હતા જોકે, પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ જથ્થો વિરમભાઈ મઘાભાઈ ખાંભલીયા રહે. જોરવાડા તાલુકો ભાભર જીલ્લો બનાસકાંઠા વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું છે અને ધર્મેશભાઈ ઉર્ફે હકાભાઇ બાબુભાઈ ચાવડા રહે. સનાળા રોડ ઉમિયા સર્કલ પાસે ખોડીયારનગર મોરબી વાળા પાસે કોઈપણ જાતનું લાયસન્સ કે પરવાનો ન હોવા છતાં ઇન્ડસ્ટ્રીલ ઓઇલના નામે ભેળસેળ યુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો બહારથી મંગાવીને રાખવા બદલ હાલમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.