મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુગારની બે રેડ: 14 શખ્સો 1.24 લાખની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબી શહેર-તાલુકામાં જુગારની બે રેડ: 14 શખ્સો 1.24 લાખની રોકડ સાથે પકડાયા

મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તાર તથા તાલુકાના ટિંબડી ગામે જુગારની જુદી-જુદી બે રેડ કરવામાં આવી હતી અને ત્યારે કુલ મળીને 14 શખ્સોને જુગાર રમતા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ બંને રેડમાં કુલ મળીને 1.24 લાખ રૂપિયાની રોકડ પોલીસ દ્વારા કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં શેરી નં-4 માં રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી યસભાઈ હીરાભાઈ ખીટ (22), વિક્રમભાઈ રમેશભાઈ પરસાડીયા (32), હિતેશ રમેશભાઈ પરમાર (27), સુનિલભાઈ ધનજીભાઈ નકુમ (33), રવિભાઈ દેવાભાઈ ડાભી (19), પરેશભાઈ હીરાભાઈ પરમાર (36), મનીષભાઈ દેવકણભાઈ ખાણદર (36) અને કિશનભાઇ હિતેશભાઈ ડાભી (19) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી રોકડા 43,700 કબ્જે કર્યા હતા અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી નજીકના ટિંબડી ગામે રહેતા મહેશભાઈ નાનજીભાઈ પરમારના ઘરમાં નાળ ઉઘરાવીને જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મહેશભાઈ નાનજીભાઈ પરમાર (38), દેવજીભાઈ કાંતિભાઈ પરમાર (27), સલીમભાઈ ઉસ્માનભાઈ સબાવત (25), ધીરજભાઈ હિરજીભાઈ ડાભી (25), અમરશીભાઈ ઉર્ફે રમેશ મગનભાઈ પરમાર (47) રહે. બધા ટિંબડી અને અનિલભાઈ દાનાભાઈ વસરા (36) રહે. મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી 75,300 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News