મોરબીમાં કારખાનામાં લોડરની હેડફેટે યુવાનનું મોત મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સ ઉપર લગતા જીએસટીમાં ઘટડો કરવા કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં તમાચો ઝીકિ દેનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબીના જાંબુડીયા ગામે જુગારની બે રેડમાં જુગાર રમતા સાત પકડાયા  હળવદના સુસવાવ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા મોરબી-ટંકારાના 6 શખ્સ 1.17 લાખની રોકડ સાથે પકડાયા માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર યુવતીના પિતાએ કર્યું બંદૂકમાંથી ફાયરિંગ: ગુનો નોંધાયો મોરબી OMVVIM કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો મોરબીના આગેવાનને નર્મદાના નીર થકી સૌરાષ્ટ્રના ડેમો ભરવા કરી મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં 28 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરતાં સાંસદ-ધારાસભ્ય: શહેરના વિકાસની ઝાંખી રજૂ કરતાં કમિશનર


SHARE















મોરબીમાં 28 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરતાં સાંસદ-ધારાસભ્ય: શહેરના વિકાસની ઝાંખી રજૂ કરતાં કમિશનર

શહેરી વિકાસના 20 વર્ષ પૂર્ણ થતા આજે મોરબીમાં સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં લોકાર્પણ અને ખાતમહુર્તનો મોરબી મહાપાલીકા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો અને આ તકે મોરબીમાં જુદા જુદા વિસ્તારમાં આઠ રોડ સહિત કુલ 18 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં મોરબીમાં કેવો વિકાસ થવાનો છે તેની ઝાંખી મહાપાલિકાના કમિશનર દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની તેને ગણતરીના મહિનાઓ થાય છે જોકે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2005 થી અર્બન ડેવલોપમેન્ટ વર્ષની ઉજવણી શરૂ કરવામાં આવી હતી અને તેને 20 વર્ષ પૂર્ણ થતા આજે મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે લોકાર્પણ અને ખાતમહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કચ્છ-મોરબીના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ સંગઠનના આગેવાનો, નગરપાલિકાના માજી સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા આ તકે મોરબી શહેરના જુદા જુદા વિસ્તારના આઠ રસ્તા સહિત કુલ મળીને 28 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું તેમજ આગામી સમયમાં બાગ બગીચા, લાઈબ્રેરી, પીવાના પાણીની સારી સુવિધા સહિત કયા કયા કામો લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે મહાપાલિકા દ્વારા કરવામાં આવનાર છે તેની માહિતી મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી તો મોરબી જિલ્લા કલેકટર અને મહાપાલિકાના વહીવટદાર કે.બી. ઝવેરીએ લોકોને કહ્યું હતું કે મોરબીનો ખૂબ સારો અને ઝડપી વિકાસ થાય તેના માટે સમગ્ર ટીમ કામ કરી રહી છે પરંતુ થોડો સમય લાગશે અને શહેરનો ખુબ સારો વિકાસ થશે તેવો મને વિશ્વાસ છે. આ તકે કાંતિભાઈ અમૃતિયા તથા બ્રિજેશભાઈ મેરજા દ્વારા પણ પ્રસંગિક ઉધબોધન કરવામાં આવ્યું હતું અને અંતમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે જે વિકાસ કામો હાથ ઉપર લેવામાં આવી રહ્યા છે તેની માહિતી લોકોને આપી હતી તેની સાથોસાથ મોરબી મહાનગરપાલિકા બની હોવાથી હવે વર્ષે કરોડો રૂપિયાના કામ કરવામાં આવશે અને તેના થકી લોકોની સુખાકારીમાં વધારો થશે તે નિશ્ચિત છે. તે ઉપરાંત તેઓએ પોતાની સાંસદની ગ્રાન્ટમાંથી મોરબીના જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન હોય તે ઉકેલવા માટે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત મોરબીમાં 25 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.આ તકે મોરબી શહેર ભાજપના પુર્વ પ્રમુખ લાખાભાઇ જારીયા, જીલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ.અમૃતિયા, શહેર ભાજય પ્રમુખ રીષીપભાઇ કૈલા તેમજ મહામંત્રી ભાવેશભાઇ કડઝારીયા અને ભુપતભાઇ જારીયા, શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઇ કંડીયા, જીલ્લા મહિલા ભાજપ પ્રમુખ ભાવનાબેન કૈલા, શહેર મહીલા ભાજપ પ્રમુખ અલ્પાબેન કક્કડ તેમજ ભાજપના હોદેદારો તેમજ પાલીકાના પુર્વ સભ્યો વિગેરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

મોરબી ખાતે યોજાયેલ ૨૦ વર્ષ શહેરી વિકાસના કાર્યક્રમમાં બહાલી આપવામાં આવેલ ખાત મુહુર્ત/લોકાર્પણ કામોની યાદી

કયા કયા રોડના કામ થશે

૧) નાની કેનાલ આઈકોનિક રોડ - ૧૫ કરોડ

૨) કેસરબાગથી એલ.ઇ. કોલેજ રોડ - ૧.૭૪ કરોડ

૩) ચામુંડાનગર સી.સી.રોડનું કામ - ૧૮.૬૧ લાખ

૪) સુપર ટોકીઝથી ચિત્રકુટ ટોકીઝ સી.સી.રોડ - ૩૭.૫૦ લાખ

૫) ક્રિષ્ના સ્કુલથી એસ.પી. રોડ સી.સી.- ૫૮.૦૧ લાખ

૬) કેદારીયા હનુમાનથી સેન્ટમેરી સ્કુલ સી.સી. - ૪૨.૮૯ લાખ

૭) ચિત્રકુટ શેરી નં.૧.૨ અને ૩ માં સી.સી. રોડ - ૫૭.૧૬ લાખ

૮) પુજારા મોબાઈલથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર રોડ - ૯૩.૪૭ લાખ

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટને લગતા કામોમાં

૧) નવા સફાઈ કામદારો (જુના ગ્રામપંચાયત વિસ્તારો તેમજ શહેરના અનઆવૃિત વિસ્તારોમાં)– ૩ કરોડ

૨) GVPSPOT કલેક્શન ૨ કરોડ

3) બેકહોલ લોડર -55.59 લાખ

૪) ટ્રેક્ટરો અને ટ્રોલી- ૬૨.૦૭ લાખ

અન્ય કામો

૧) કેસરબાગથી એલ.ઇ.કોલેજ ડીઆઇ પાઈપ - ૧૪.૭૮ લાખ

૨) ગોકુલનગર અર્બન હેલ્થ સેન્ટર + ગાર્ડન - ૧.૧૭ કરોડ + ૧૦ લાખ

૩) મોરબી મહાનગરપાલિકા નવી વેબસાઈટ અને એપ્લીકેશન

આમ કુલ ૨૭.૫૫ કરોડના કામો કરાશે.જેમાં ૨૦ કરોડના ખાત મુહૂર્ત કરાયા અને ૭.૫૫ કરોડના કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

​​​​​




Latest News